ગાંધીનગર: ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિતે સેવાદળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહિલાઓ દ્વારા વિધાનસભા ગૃહનો ઘેરાવો કરવા જતા પોલીસ દ્વારા તમેને અટકાવવામાં આવ્યા હતા અને તે દરમિયાન પોલીસ અને મહિલા કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને ત્યારબાદ પ્રગતિ આહિર સહિત મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્યાગ્રહ છાવણી ખાતે મહિલા સેવાદળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા સેવાદળનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર સહિત સેવાદળની મહિલા કાર્યકર્તા દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહ્યા હતા.


કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓ દ્વારા રાજ્યમાં મહિલાઓ પર થતા ગેંગરેપ, દહેજની મહિલા પરેશાન, આત્મહત્યાના બનાવો સહિતના અનેક અત્યાચારો વિરૂધ વિધાનસભા ગૃહને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ દ્વારા મહિલા કાર્યકર્તાઓને રોકવામાં આવી હતી. ત્યારે મહિલા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેને લઇને પોલીસ દ્વારા પ્રગતિ આહિર સહિતની સેવાદળની અન્ય મહિલા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, ધોળા દિવસે મહિલાઓના ગળા ન કપાય, કોઈ અસામાજિક તત્વ તેમની પર એસીડ ન ફેંકે. કોઈ એક તરફી પ્રેમમાં મહિલાઓના નાક ન કાપે. રાજ્યમાં મહિલાઓ અને દિકરીઓની સલામતી માટે સરકાર યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube