ભાવનગરમાં કોંગ્રેસના ઘેરાવ કાર્યક્રમમાં બે મહિલા આગેવાન બાખડી, પૂર્વ મેયરને આંખના ભાગે ઈજા
ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા કંસારા ડીમોલેશન મુદ્દે ઘેરાવ સમયે કોંગ્રેસની બે મહિલા આગેવાન બાખડી પડી હતી. કોંગ્રેસના પૂર્વ મેયર અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ હતી
નવનીત દલવાડી/ ભાવનગર: ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા કંસારા ડીમોલેશન મુદ્દે ઘેરાવ સમયે કોંગ્રેસની બે મહિલા આગેવાન બાખડી પડી હતી. કોંગ્રેસના પૂર્વ મેયર અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જો કે, કોંગ્રેસના નેતાએ બંને મહિલા આગેવાનને શાંત કરી મામલો થાળે પાડ્યો હતો.
ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા કંસારા ડીમોલેશન મામલે મહાનગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન કોંગ્રેસની બે મહિલા આગેવાન વચ્ચે ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસના પૂર્વ મેયર પારુલ ત્રીવેદી અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ બંને મહિલા આગેવાનોએ એકબીજાના કાઠલા પકડી લીધા હતા. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ બંને આગેવાનો વચ્ચે લાંબા સમયથી પક્ષમાં વર્ચસ્વને લઇને વિવાદ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો:- જો તમારા ઘરે આવે છે આ દૂધ તો થઈ જાઓ સાવધાન, તમારી હેલ્થને લઇને થઈ શકે છે નુકસાન
કોંગ્રેસ દ્વારા મનપાના ઘેરાવ દરમિયાન આ બંને મહિલા આગેવાનો કોઈ કારણસર બાખડી પડ્યા હતા. જો કે, કોંગ્રેસના નેતા ભરતભાઈ બુધેલિયાએ બંને મહિલા આગેવાનને જુદા પાડ્યા અને મામલો શાંત પાડ્યો હતો. ત્યારે ઝપાઝપી દરમિયાન પૂર્વ મેયર પારુલ ત્રિવેદીને આંખમાં ઈજા થઈ હતી. ઈજા થવાને કારણે પૂર્વ મેયરને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પારૂલબેન ત્રિવેદી દ્વારા પોલીસ ફરિયાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube