અમદાવાદઃ ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરી બહાર ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવવા માટે આજે સવારથી જ ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન સેટેલાઇટ વિસ્તારમાં ઈસરો પાસે વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ પોલીસ દંડ કરી રહી હતી ત્યારે કેટલાક કર્મચારીઓ સાથે બબાલ થઈ હતી. આ બબાલ બાદ મામલો ઉગ્ર બન્યો હતો. તો બંન્ને બાજુ અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો થયો વાયરલ
આ ઘટના બાદ ઉશ્કેરાયેલા પોલીસકર્મિઓએ હાથપાઇ કરી હતી. આ સમગ્ર ઘટના ત્યાં હાજર રહેલા લોકોએ પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધી હતી. અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 


સરકારી કચેરી પાસે ટ્રાફિક ડ્રાઇવ
આજે પોલીસ દ્વારા વિવિધ સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન કેટલિક પોલીસ પણ નિયમોનો ભંગ કરતી જોવા મળી હતી. તો પોલીસે તમામને દંડ ફટકાર્યો હતો. આ તમામને દંડ ભરાવીને પોલીસે એક મેસેજ પહોંચાડવા માટે પ્રયાસ કર્યો છે. 


જુઓ મારામારીનો વીડિયો