Gujarat Board Exam: ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે. જે પણ વિદ્યાર્થીઓ ધોરણ. 10-12ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા છે અને તેઓ પૂરક પરીક્ષા 2024માં બેસવાના છે તેમના માટે મહત્વની માહિતી સામે આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે પૂરક પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં 24 જૂનથી ધોરણ.10 અને 12ની પૂરક પરીક્ષાઓ શરૂ થશે. જ્યારે ધોરણ.12ના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ 24 જૂન થી શરૂ થશે. હવે શિક્ષણ બોર્ડે વિષયવાર પરીક્ષાની તારીખો બોર્ડ દ્વારા જાહેર કરી છે.



ધોરણ-10ની પૂરક પરીક્ષા 24 જૂનથી લઈને 4 જૂલાઈ સુધી યોજાશે, તો ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 3 જૂલાઈ સુધી યોજાશે અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 6 જૂલાઈ સુધી યોજાશે.



આ તારીખ દરમિયાન લેવાશે પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ધોરણ-10(SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની પૂરક-2024ની પરીક્ષા તા-24/06/2024થી તા 06/07/2024 દરમિયાન લેવાનાર છે.



આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલી છે. જેની વાલીઓએ, વિદ્યાર્થીઓએ તથા શાળાના આચાર્યઓએ નોંધ લેવી.