ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા 15 ઓક્ટોબરના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે આ કાર્યક્રમમાં એક નાનો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ફેરફાર થયો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 17 માર્ચ દરમિયાન યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું થયો ફેરફાર
શિક્ષણ બોર્ડના જૂના કાર્યક્રમ પ્રમાણે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14 માર્ચે પણ પરીક્ષા હતી. પરંતુ 14 માર્ચે ધૂળેટીની જાહેર રજા હોવાને કારણે પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 13 અને 14 માર્ચે બોર્ડની પરીક્ષા દરમિયાન હોળી અને ધૂળેટીની રજા રહેશે. શિક્ષણ બોર્ડ દ્વારા પોતાની સત્તાવાર વેબસાઈટ પર પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.


આ છે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું નવું ટાઈમટેબલ
[[{"fid":"617812","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન બેંક લોન્ચ
ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખીને અમદાવાદ શહેર DEO પ્રશ્ન બેંક 2025 લોન્ચ કરી છે...આ પ્રશ્ન બેંકનો ગુજરાતભરના વિદ્યાર્થીઓને લાભ મળશે...આ પ્રશ્ન બેંકમાં ધોરણ-10ના છ વિષય, ધોરણ-12 સાયન્સના છ અને ધોરણ-12 કોંગ્રેસના આઠ વિષયના પેપરનો સમાવેશ કરાયો છે...આ પ્રશ્ન બેંકમાંથી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શકશે...પ્રશ્નબૅંકની સાથે અમદાવાદ શહેર DEO એ સંપર્ક સેતુ એપ્લિકેશન લોન્ચ કરી છે...આ એપ થકી અમદાવાદ શહેરની 2000 શાળાઓના લોકેશન, આચાર્ય, ટ્રસ્ટીઓના નંબર મળી રહેશે...બોર્ડની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓ માટે આ એપ્લિકેશન અગત્યની સાબિત થશે...