Porbandar માં ફરી એકવાર ધુણ્યું વિરોધનું ભૂત, જાણો કેમ લેવાયો બંધનો નિર્ણય
સરકાર દ્વારા પોરબંદર કુછડી ગામે ફેઝ-2 બંદર બનાવવાના વિરોધનું ભૂત ફરી એકવાર ધુણ્યું છે. પોરબંદર ખારવા સમાજ દ્વારા આગામી 22 તારીખના રોજ માછીમારી સાથે સંકળાયેલા તમામ ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
અજય શિલુ/ પોરબંદર: સરકાર દ્વારા પોરબંદર કુછડી ગામે ફેઝ-2 બંદર બનાવવાના વિરોધનું ભૂત ફરી એકવાર ધુણ્યું છે. પોરબંદર ખારવા સમાજ દ્વારા આગામી 22 તારીખના રોજ માછીમારી સાથે સંકળાયેલા તમામ ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણ અંતર્ગત પોરબંદર ખારવા સમાજના વાણોટ સહિતના આગેવાનો દ્વારા ખારવાવાડ વિસ્તારમાં માછીમારી સાથે સંકળાયેલા ધંધાર્થીઓને 22 તારીખના રોજ બંધમાં જોડાવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પોરબંદરના કુછડી ગામે સરકાર દ્વરા ફેઝ-2 અંતર્ગત આધુનિક બંદરનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિર્ણનો પોરબંદરના માછીમારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:- Jamnagar માં કોંગ્રેસ નેતા ભૂલ્યા ભાન, ચૂંટણી પ્રચારમાં લલિત વસોયાએ કર્યો પૈસાનો વરસાદ
આ સાથે જ બંદર કુછડીને બદલે જુનું બંદર જ્યાં છે તે માપલાવાળી વિસ્તારમાં બંદર બનાવવાની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હોય ત્યારે આ મુદ્દે માછીમારોને એવી જાણકારી મળી છે કે, સરકાર કુછડી ગામે જ બંદર બનાવવા માંગે છે. જેથી માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube