અમદાવાદઃ ભારતમાં વધી રહેલા પેટ્રોલના ભાવ અને મોધવારીના કારણે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. પેટ્રોલના ભાવને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વાર પણ બંધને સમર્થન આપવામાં આવ્યું છે. આ મુદ્દા પર કોંગ્રેસ લડી લેવાના મૂડમાં દેખાઇ રહી છે. ગુજરાત બંધના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા સવારથી જ રાજ્યમાં વિરોધો કરવાના શરૂ કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા સમર્થનને લઇને રાજકોટમાં કેટલીક ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. તથા અરવલ્લીમાં તો કેટલીક એસ.ટી બસોના રૂટ પણ બદલી દેવામાં આવ્યા હતા. બંધને ધ્યાને રાખીને પોલીસ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ઠેર-ઠેર બંઘની અસર
ભારતના બંધના એલાનને ગુજરાત કોંગ્રેસના પરેશ ધાનાણીએ સમર્થન જાહેર કર્યું હતું. પેટ્રોલ ડિઝલના વધી રહેલા ભાવને લઇને પેટ્રોલપંપોને તળાબંઘી કરવાનો નિર્ણય કરવામાં આવતા જ આજે વહેલી સવારથી રાજ્યના અનેક સ્થળોએ બંધને લઇને દેખાવો કરવામાં આવ્યા હતા. ગુજરાતના અનેક સ્થળોએ વહેલી સવારથી જ વિરોધ પ્રદર્શન અને દેખાવો શરૂ કરી દેવામાં આવ્યા હતા. મહેસાણા, રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં બંઘને કારણે દેખાવો શરૂ થતા રાજ્ય સરકારે અનેક સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેધો છે. 


ઉત્તર ગુજરાત: વહેલી સવારથી જ વિરોધ શરૂ ટાયરો સળગાવી ચક્કાજામનો પ્રયાસ
-અરવલ્લી ભારત બંધને લઇને અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર ટાયર સળગાવાયા
-શામળાજી પાસે કોંગ્રેસ કાર્યકરો ટાયર સળગાવતા હાઇવે પર બંને તરફ ટ્રાફિકજામ સર્જાયો હતો.
-ભિલોડા-વિજયનગર રોડ પર પણ ટાયર સળગાવાનો બનાવ બન્યો હતો.
-ભિલોડાના ભેટાલી,શામળાજી પાસે પણ ચક્કાજામનો પ્રયાસ


મધ્ય ગુજરાત: અમદાવાદ અને વડોદરામાં વિરોધ પ્રદર્શન
-કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાએ કાર્યકરો સાથે ટાયર સળગાવ્યા
-રાજીવ સાતવ, અમિત ચાવડા 11 વાગ્યે લાલદરવાજા ખાતે વિરોધ પ્રદર્શન કરાશે
-વડોદરામાં ઠેરઠેર બંધને સમર્થન, મોડી રાત્રે બરોડા ડેરીના રિટેલ કાઉન્ટર પર પથ્થરમારો
- વડોદરામાં રાત્રી બજાર સહિત અને ફતેગંજ ખાતે પણ ટાયર સળગાવ્યા હોવાનું આવ્યું બહાર
-વડોદરામાં અજાણ્યા શખ્સો દ્વારા ટાયર સળગાવવામાં આવ્યા
-શાહપુર હલિમની ખડકી પાસે વહેલી સવારે 5-30 કલાકે AMTS બસના કાચ તોડવાનો બનાવ
- વડોદરામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ પેટ્રોલપંપો બંધ કરાવ્યા


સૌરાષ્ટ્ર: જામનગર અને રાજકોટમાં કોગી કાર્યકરોએ શાળાઓ બંધ કરાવી
-ગુજરાતમાં ભારત બંધના એલાનને લઇને સૌરાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન શરૂ
-જામનગર શહેરની મોટાભાગની શાળા કોલેજોએ બંધ પાળ્યો
- યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરો શાળા કોલેજો બંધ કરાવવા નિકળયા


દક્ષિણ ગુજરાત: સુરતમાં શાળા દુકાનો અને રીક્ષાઓ બંધ કરાવી કોંગ્રેસનો વિરોધ
- સુરતમાં કોંગ્રેસ દ્વારા લીંબાયત વિસ્તારમાં દુકાનો તથા રીક્ષાઓ બંદ કરાઈ
-મોટી સખ્યામાં કોંગ્રેસી કાર્યકરો થયા એકઠા
-ભરૂચમાં ભારત બંધના એલનના પગલે કોંગી કાર્યકરોએ દહેજ રોડ ઉપર ચક્કાજામ કર્યા
-દહેજ જીઆઇડીસી જતા મુખ્ય હાઇવે પર ટાયરો સળગાવી કર્યો ચક્કાજામ
-સુરતમાં કોંગ્રેસી કોર્પોરેટર રવિન્દ્ર પાટીલ સહિત 10થી12 કાર્યકરોની અટકાયત


શાળાઓમાં રજા જાહેર કરાઇ
દેશમાં વધી રહેલી મોંઘવારીના પગલે સોમવારે (10 સપ્ટેમ્બરે) ભારત બંધનું એલાન આપવામા આવ્યું છે. જેથી આ મુદ્દાને લઈ કોંગ્રેસ સરકાર સાથે લડી લેવાના મુડમાં છે. તેથી કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે. તો બીજીતરફ ગુજરાતમાં પણ બંધને લઈને સમાચાર આવી રહ્યાં છે. ઘણી જગ્યાએ કોંગ્રેસના બંધને સમર્થનની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટમાં પણ ખાનગી શાળાઓએ રજા જાહેર કરી છે. અરવલ્લીમાં કેટલીક એસટી બસના રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધને લઈને પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા સોમવારે અપાયેલા બંધને લઈને રાજકોટની 400 ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓના હીત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


સરકારી કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે
સોમવારે તમામ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડનિગમની કચેરીઓ રાબેતા મુજબ ચાલું રહેશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે શહેર પોલીસ કમિશનર સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. કાયદો હાથમાં લેશે તેમની સામે કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે. અરવલ્લીમાં બંધને કારણે કોઈ નુકસાન ન પહોંચે તે માટે કેટલિક બસના રૂટ બંધ કરાયા છે. બાયડ-ધનસુરાના 16 જેટલી બસના રૂટ બંધ કરાયા છે. તો કેટલાક વિસ્તારમાંથી બસોને પરત ડેપોમાં લાવવામાં આવી છે. 


અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકરોએ હવા કાઢી : વાંચો


પોલીસકર્મીઓ અને અધિકારીઓ સ્ટેન્ડ ટુ રહેશે
કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને પગલે પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. અમદાવાદના તમામ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સ્ટેન્ડ ટુ રહેશે. SOG, ક્રામઈબ્રાંચ, મહિલા ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ સ્ટેન્ડ ટુ રહેશે. આ ઉપરાંત અમદાવાદમાં આવેલા સંવેદન વિસ્તારો પર પોલીસની બાઝ નજર રહેશે. 


દિલ્હીમાં રાહુલ ગાંધી પણ બેઠા ઉપવાસ પર


સુરતમાં રીક્ષાઓ દોડશે નહી
વધતા જતા પેટ્રોલ અને ડિઝલના ભાવના વિરોધમાં કોંગ્રેસે સોમવારે અપેલા બંધનું સુરત રીક્ષા ફેડરેશન દ્વારા સમર્થ આપવામાં આવ્યું છે. સુરતમાં સોમવારે રીક્ષા દોડશે નહીં આ ઉપરાંત આ આંદોલના જોડાવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફ DEO દ્વારા જણાવવામાં આવ્યું છે કે શૈક્ષણિક કાર્ય યથાવત રાખવામાં આવશે.