Govt Jobs News : કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા સંખ્યાબંધ લોકો માટે ખુશખબર છે. ગુજરાત સરકાર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને કાયમી ભરતી કરવા જઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે લીધો છે આવો મહત્ત્વનો નિર્ણય. આવા સમાચારો આજે કેટલાંક માધ્યમોમાં ફરતા થયા હતા. શું આ સમાચાર સાચા છેકે, પછી આ એક અફવા છે? જાણો સાચી હકીત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજકાલથી નહીં પણ વર્ષોથી ગુજરાત સરકારના અનેક વિભાગોમાં કોન્ટ્રાક્ટ પ્રથા લાગૂ કરવામાં આવી છે. જેમાં ચોક્કસ અને મર્યાદિત તેમજ ખુબ ઓછા પગારમાં કામ કરાવવામાં આવતું હોવાનો પણ સરકારમાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ આક્ષેપ કરે છે. ત્યારે આજે કેટલાંક સમાચાર માધ્યમોમાં એવા પણ ન્યૂઝ પહેતાં થયા હતાંકે, ગુજરાતની પટેલ સરકારે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓના મનની વાત સાંભળીને તેમને કાયમી કરવાનો નિર્ણય લીધો. ટીવી અને સમાચાર માધ્યમોમાં તેમજ સોશિયલ મીડિયા પર આ ન્યૂઝ વાયુવેગે પ્રસરી ગયા. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં સામાન્ય વેતનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા લાખો યુવાનો માટે આ અંગે મહત્ત્વના સમાચાર છે. આ સમાચારથી ગુજરાત સરકાર પ્રત્યે લાખો લોકોની આશાઓ બંધાઈ ગઈ. જોકે, આ વાત માત્ર દિવા સ્વપ્ન સમાન સાબિત થઈ. શું છે સાચી હકીકત એ પણ જાણીશું. એ પહેલાં જાણીએ કે આખરે શું સમાચારો વહેતા થયા હતા. જેણે પળવારમાં ગુજરાતમાં હંગામો મચાવી દીધો. 


[[{"fid":"571822","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ રીતે ફરતા થયા હતા સમાચારો!
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારે રોજગારી ક્ષેત્રે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષથી, સરકારી ખાલી પડેલી જગ્યા પર કાયમી નોકરીને બદલે ચોક્કસ સમય સુધી કોન્ટ્રાકટ પધ્ધતિથી ભરતી કરવામાં આવતી હતી. હવે આ ભરતી કોન્ટ્રાક્ટ પધ્ધતિને બદલે પહેલાની જેમ જ કાયમી પ્રથાથી કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. આ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્ય સચિવને જરૂરી આદેશ પણ કર્યાં છે. CM ભૂપેન્દ્ર પટેલે, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને તેના સ્થાને કાયમી નોકરી આપવાની પ્રથા શરૂ કરવા માટે પહેલ કરી છે. વર્ગ 3 અને વર્ગ 4માં અત્યાર સુધી કોન્ટ્રાક્ટ પધ્ધતિથી સરકારી અને અર્ધ સરકારી કચેરીમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હતી. હવેથી આ પ્રકારની ભરતી બંધ કરવાનો CM ભૂપેન્દ્ર પટેલનો આદેશ છે. આ ઉપરાંત ગુજરાતની વિવિધ સરકારી કચેરીઓમા ખાસ કરીને વર્ગ 3 અને વર્ગ 4માં ખાલી પડેલી કે પડનારી જગ્યાઓને લઈને ભરતી કેલેન્ડર તૈયાર કરી દેવા પણ મુખ્યમંત્રીએ નિર્દેશ કર્યો છે. જોકે, આ તમામ સમાચારો ખોટા સાબિત થયા. આખરે સૂરસૂરિયું નીકળ્યું. આખરે આ સમાચાર અફવા સાબિત થાય. જાણો આખરે આ સમગ્ર મામલે ગુજરાત સરકારે શું સ્પષ્ટતા આપી.


 



 


કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદી અને કાયમી ભરતી અંગે ગુજરાત સરકારની સ્પષ્ટતાઃ
આજરોજ કેટલાંક સમાચાર માધ્યમોમાં તથા સોશિયલ મીડિયામાં સરકાર દ્વારા વર્ગ-3 અને વર્ગ-2 સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીના સ્થાને કાયમી ભરતી કરવા તથા સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અંગે નિર્ણય લેવાયો હોવા બાબતના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. જે સત્યથી વેગળા છે. સરકાર દ્વારા આ બાબતે આવો કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. એટલું જ નહીં આ પ્રકારની વિચારના કે આ પ્રકારની કોઈ જ સુચના સરકાર દ્વારા અપાઈ નથી. આ અંગેની સરકારની હાલની નીતિ યથાવત છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના સંયુક્ત સચિવ રોનક મહેતાએ આ પ્રેસ મીડિયામાં ગુજરાત સરકાર વતી આ સ્પષ્ટતા આપી હતી.