ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારમાં ખરાબ થયેલા રસ્તાઓના સમારકામ માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના શહેરી મત વિસ્તારના 35 ધારાસભ્યો પોતાના વિસ્તારમાં ખરાબ થયેલા રોડ-રસ્તાનું કામ કરાવી શકે તે માટે મુખ્યમંત્રીએ આ ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. ધારાસભ્યો રસ્તાઓનું કામ કરાવે તે માટે તેમને માર્ગ-મકાન વિભાગમાંથી બે કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તાની સ્થિતિ ખરાબ
મહત્વનું છે કે ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. શહેરોમાં કોર્પોરેશન દ્વારા રસ્તાઓનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદના સાત ઝોનમાં મહાનગર પાલિકા 200થી વધુ કરોડના ખર્ચે કુલ 83 જગ્યાએ રોડ બનાવશે. 


આ પણ વાંચોઃ અમદાવાદના પોશ વિસ્તારમાં મહિલાની આત્મહત્યા, સ્યૂસાઈટ નોટમાં લખ્યું-મારા મૃત્યુથી ઘણા ખુશ થશે


રાજ્યમાં રોડ તૂટવાની અનેક ફરિયાદો
ગુજરાતમાં આવેલા ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. વાહનચાલકોને ખુબ મુશ્કેલી પડી રહી છે સાથે અકસ્માતનું જોખમ પણ વધી જાય છે. રાજ્ય સરકાર દ્વારા રોડ-રસ્તાઓનું સમારકામ કરાવવા માટે એક અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. માર્ગ-મકાન વિભાગે તૂટેલા રસ્તાઓની ફરિયાદ માટે એક વોટ્સએપ નંબર શરૂ કર્યો હતો. જેમાં આશરે 30 હજારથી વધુ ફરિયાદો મળી હતી. વિભાગની માહિતી પ્રમાણે અત્યાર સુધી 22 હજારથી વધુ ફરિયાદોનો નિકાલ આવી ગયો છે. રસ્તાઓ પર પેચ વર્ક કરી દેવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube