CM અમિત શાહ અને નીતિન પટેલને મળીને કરશે નવા વર્ષની શરૂઆત, જાણો કાલનો કાર્યક્રમ
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતી કાલે નવુ વર્ષ પ્રભુભક્તિ અને નાગરિકો સાથે વિતાવશે. જો કે દિવસની શરૂઆત તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાતથી કરશે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા ભુપેન્દ્ર પટેલ અમિત શાહ સાથે વહેલી સવારે મુલાકાત યોજશે. ત્યાર બાદ મુખ્યમંત્રી પોતાના કાર્યક્રમોની શરૂઆત કરશે.
અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતી કાલે નવુ વર્ષ પ્રભુભક્તિ અને નાગરિકો સાથે વિતાવશે. જો કે દિવસની શરૂઆત તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાતથી કરશે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા ભુપેન્દ્ર પટેલ અમિત શાહ સાથે વહેલી સવારે મુલાકાત યોજશે. ત્યાર બાદ મુખ્યમંત્રી પોતાના કાર્યક્રમોની શરૂઆત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવવા માટે અમદાવાદ ખાતેના પોતાના ઘરે આવેલા છે. ત્યારે ગુજરાતના અનેક રાજકીય નેતાઓ કાલે તેમની મુલાકાતે આવે તેવી શક્યતા છે. જેના આનુષાંગીક બંદોબસ્ત પણ પોલીસ દ્વારા ગોઠવી દેવામાં આવ્યો છે.
ગાંધીનગર : મુખ્યમંત્રી વિક્રમ સંવત ૨૦૭૮ ના નૂતન વર્ષ પ્રારંભે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે અને નાગરિકો સાથે મુલાકાત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિપાવલી-નૂતનવર્ષ નિમિત્તેના શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં અમદાવાદ ગાંધીનગરનાં વ્યક્તિઓ આમંત્રીત હશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૭૮ના પ્રારંભ દિવસે તારીખ ૫ નવેમ્બર ,શુક્રવારે સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ તેઓ ૦૭:૨૫ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપુજા માટે જશે. મુખ્યમંત્રી ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે સવારે ૮:૦૦ થી ૮:૪૫ સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે.
ભૂપેન્દ્ર પટેલ સવારે ૧૦:૪૫ થી ૧૧:૪૫ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. તે પૂર્વે મુખ્યમંત્રી ૧૦:૨૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૫૦ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube