ગાંધીનગર : આજે નવા વર્ષના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાહીબાગ એનેક્ષી ખાતે ભાજપના કાર્યકરોના સ્નેહમિલનમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ બાદ એનેક્ષી ખાતે હાજરી આપી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ શાહીબાગ IPS મેસમાં રાજ્યના પોલીસ અધિકારીઓ તેમજ પૂર્વ પોલીસ અધિકારીઓ સાથે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસવડા તેમજ અન્ય IPS અધિકારીઓએ પણ મુખ્યમંત્રીને મળી શુભેચ્છાઓ પાઠવી હતી. રાજયના પોલીસ વડા તેમજ IPS અધિકારીઓ સાથે તેઓએ બપોરનું ભોજન પણ IPS મેસમાં લીધું હતું. તેમની સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી. તમામ અધિકારીઓની સાથે મોકળા મને ચર્ચા પણ કરી હતી. 


કોરોના મહામારીના કારણે ગત વર્ષે IPS અધિકારીઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો ન હતો. આ વર્ષે શાહીબાગ IPS મેસમાં યોજાયેલા નૂતન વર્ષ મિલન સમારોહમાં રાજય પોલીસ વડા આશિષ ભાટિયા, ગૃહ સચિવ પંકજકુમાર, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસવડા વીરેન્દ્રસિંહ યાદવ સહિત અમદાવાદ શહેરના તમામ સિનિયર અને જુનિયર IPS અધિકારીઓ હાજર રહી મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ પણ પોલીસના તમામ અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ આપી તેઓની સાથે બપોરનું ભોજન લીધું હતું. IPS મેસમાં કરવામાં આવેલી રંગોળી પણ મુખ્યમંત્રીએ નિહાળી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube