ગુજરાતના 12 પ્રગતિશીલ ખેડૂતો બન્યા ઉદાહરણરૂપ! CM ભુપેન્દ્ર પટેલે ખુદ પુરસ્કારથી કર્યા પ્રોત્સાહિત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આજે બનાસકાંઠાના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ 2024નો શુભારંભ કરાયો હતો તે પહેલા મુખ્યમંત્રીએ કૃષિ પ્રદર્શનના સ્ટોલને ખુલ્લો મુક્યો હતો,જ્યાં મુખ્યમંત્રીની સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા
અલકેશ રાવ/બનાસકાંઠા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠાના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મેળાનો શુભારંભ કરાવ્યો હતો ,જ્યાં મુખ્યમંત્રીએ 12 પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અને એવોર્ડ એનાયત કર્યા હતા જ્યાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાતનો ખેતી ક્ષેત્રે સર્વાંગી વિકાસ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આજે બનાસકાંઠાના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ 2024નો શુભારંભ કરાયો હતો તે પહેલા મુખ્યમંત્રીએ કૃષિ પ્રદર્શનના સ્ટોલને ખુલ્લો મુક્યો હતો,જ્યાં મુખ્યમંત્રીની સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કૃષિ મંત્રીએ સભાને સંબોધતા કહ્યું હતું કે તાત્કાલિન મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રીએ ગુજરાતનો ખેતી ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય તે માટે કૃષિ મહોત્સવ શરૂ કર્યો હતો જે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં આગળ વધી રહ્યો છે.
સરકારે પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી
કૃષિ ટેકનોલોજીથી વધુ ઉપજ મેળવવા અને ઓછી કિંમતે વધુ લાભનું માર્ગદર્શન કૃષિ મેળામાં આપવામાં આવી રહ્યું છે,કૃષિનો વિકાસ દર શૂન્ય માંથી ડબલ ડિજિટ સુધી પહોંચ્યો છે,ખેડૂતોને પોષણસમ ભાવ મળે તે માટે સરકારે ટેકના ભાવે ખરીદી શરૂ કરી છે,આ વર્ષે મગફળી અને સોયાબીન જેવા પાકોની ટેકના ભાવે ખરીદી શરૂ કરી,ખેડૂતોને ટેકનોલોજી તરફ સરકાર વાળી રહી છે,ખેડૂતો વીજ બીલમાં સહાય અને રાહત આપવાનો સરકારે ભગીરથ કામ કર્યું છે.
10 લાખ એકરમાં 9 લાખ ખેડૂતો કરે છે પ્રાકૃતિક ખેતી
ઝીરો ટકાએ પાક ધિરાણ આપીને ખેડૂતોને આર્થિક બોજ ન પડે તે માટેનું સરકાર કાર્ય કર્યું છે,રાસાયણિક ખાતરોમાં પણ સબસીડી આપીને ખેડૂતોને રાજ્યસરકાર મદદ કરી રહી છે સરકારે પ્રાકૃતિક કૃષિ અને કૃષિ બોર્ડની રચના કરીને 53 લાખ ખેડૂતોને તાલીમ આપી છે જેના થકી 10 લાખ એકરમાં 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે,રાજયમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે પ્રધાનમંત્રી ,ગૃહમંત્રી અને રાજ્યસરકાર કામ કરી રહી છે,પશુપાલન અને ઉધોગ વિભાગ દ્વારા પશુપાલકોને પૂરતા પ્રમાણમાં સહાય મળે તેવું કાર્ય કરીને ખેડૂતો અને પશુપાલકોની આવક વધે તેવું કાર્ય થઈ રહ્યું છે,આ કૃષિ મેળામાં પૂરતું માર્ગદર્શન લઈને તેનો લાભ લઈને ખેતી અને પશુપાલન ક્ષેત્રે મોટો ફાળો આપીને ખૂબ પ્રગતિ કરો.
કૃષિ સંબંધિત માહિતીની પુસ્તિકાનું વિમોચન કર્યું
રવિ કૃષિ મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કૃષિ સંબંધિત માહિતીની પુસ્તિકાનું વિમોચન કર્યા બાદ ખેડૂતો અને પશુપાલકોને સંબોધન કરતા કહ્યું કે ખેડૂતોને કઈક ને કઈ મુસીબત આવી જાય તો પણ ખેડૂત લાગેલા રહે છે અને એનું પરિણામ પણ અત્યારે મળી રહ્યું છે,સરકાર ખેડૂતોની સાથે હંમેશા ઉભી રહે છે,ડો બાબા સાહેબની પુણ્યતિથિએ હું એમને વંદન કરું છું,અઢી દાયકા પહેલાં ગુજરાતના ખેડૂત અને ખતીની સ્થતિ સોને ખબર છે,દુકાળ અને પાણીની તંગીને લઈને આકાશી ખેતી કરવી પડતી હતી, નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બન્યા બાદ ખેતીને નવી દિશા આપી છે.
પ્રાકૃતિક ખેતી તરફ વળવા આપણને પ્રેરણા આપી
24 કલાક પાણી અને પૂરતી વીજળી આપી,કૃષિ મેળાએ મોદી સાહેબની વિજનરી દેન છે, આવતા સમયમાં શુ તકલીફ પડવાની છે તેમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય તે પ્રધાનમંત્રીની વિજનરીનો લાભ મળ્યો છે, પ્રાકૃતિક ખેતી તરફ વળવા આપણને પ્રેરણા આપી છે અને ગુજરાતના રાજ્યપાલ પણ પ્રાકૃતિક ખેતી માટે કામ કરી રહ્યા છે, જમીનનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે તેમાંથી બહાર આવવું હશે તો ગાય આધારિત ખેતી કરવી પડશે, આપણે ઘણી જગ્યાએ મોડલ ફાર્મ બનાવ્યા છે તેની વિઝીટ કરવાની વ્યવસ્થા કરાઈ છે, તેની મુલાકાત લઈને જો તમારી પાસે 10 વિઘા જમીન હોય તો એમાંથી એક વિધામાં પ્રાકૃતિક ખેતી કરી શકાય, રાઘવજી ભાઈ હંમેશા ખેડૂત લક્ષી કામ કરવા તેવો નિર્ણય કરાવવા અગ્રેસિવ રહ્યા છે.
ખેતીના 1419 કરોડના પેકેજ માંથી 1214 કરોડનું પેમેન્ટ થયું
આ વખતે 1419 કરોડનું પેકેજ આપ્યુ તેમાં ખેડૂતો સુધી ઝડપી પૈસા પહોંચશે તેવી વ્યવસ્થા કરશે, વીજળી તો પીએમ નરેન્દ્ર મોદીના પ્રતાપે બધે જ મળે છે પણ જ્યાં જૂજ બાકી છે ત્યાં પણ જલ્દી વીજળી મળશે. આખા ગુજરાતમાં દિવસ દરમ્યાન વીજળી મળતી થઈ જશે. 12 પ્રગતિશીલ ખેડૂતોનું આજે સન્માન કરવાના છીએ કૃષિને લાગતા સાધનો પણ અર્પણ કરાશે, ખેતીમાં ખેડૂતને સારામાં સારો લાભ કેવી રીતે મળે તેવો આપણો પ્રયત્ન છે, ડ્રોનથી હવે ડ્રોન દીદી દવાનો છટકાવ કરીને લખપતિ બની રહી છે. ખેતીના 1419 કરોડના પેકેજ માંથી 1214 કરોડનું પેમેન્ટ થઈ ચૂક્યું છે.પ્રધાનમંત્રીએ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે અને વિકસિત ગુજરાત બને તે માટે આપણે કાર્યશીલ રહીશું.
ગુજરાતમાંથી આવેલા 12 પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ એવોર્ડ
આ રવિ કૃષિ મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતમાંથી આવેલા 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ એવોર્ડ અને સન્માન પત્ર તેમજ પુરસ્કાર રૂપી ચેક આપી સન્માનિત કર્યા હતા ,જ્યાં લાભર્થીઓએ તેમના સન્માન બદલ સરકારનો આભાર માન્યો હતો