હવે કરો જલસા! ગુજરાતીઓના `હાઈ ફાઈ` જીવન ધોરણ માટે ગુજરાત સરકારે ફાળવ્યા 1032 કરોડ
Gujarat goverment : લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર મસમોટી જાહેરાતો કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2010માં રાજ્યની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષ અવસરે આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે શરૂ કરેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના(SJMMSVY) અન્વયે આ આજે ભૂપેન્દ્ર પટેલ સરકારે 1,416 કરોડ રૂપિયાની રકમની જાહેરાત કરી છે.
Bhupendra Patel : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરોમાં વસવાટ કરતા લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરતા વિવિધ વિકાસ કામો માટે 1,416 કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2010માં રાજ્યની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષ અવસરે આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે શરૂ કરેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના(SJMMSVY) અન્વયે આ 1,416 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે.
40 વર્ષ પહેલાં જે ગુજરાતીઓએ ભાજપનું નામ દેશમાં ગજવ્યું ત્યાં જ ડખા, ભાજપ નથી કરી...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર, અમદાવાદ, જામનગર અને સુરત એમ ૪ મહાનગરપાલિકાઓને ૪૭૧.૬૧ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાને આંતરમાળખાકીય અને આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે રૂ. ૮૩.૫૦ કરોડ ફાળવવામાં આવ્યાાં છે. આ કામોમાં બાસણ, ધોળાકુવા, પેથાપુર, રાંધેજા, કોલવડા, વાવોલ તથા વાસણા હડમતિયા ગામતળ અને વિવિધ ટીપી વિસ્તારમાં સ્ટોર્મ નેટવર્ક ડેવલપમેન્ટ તેમજ રાયસણમાં ૮૦ મીટર રોડ બાંધકામ અને ટીપી-૦૯માં ડ્રેનેજ લિફ્ટીંગ સ્ટેશન જેવા આંતરમાળખાકીય વિકાસ કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તારના પીડીપીયુ ક્રોસ રોડથી ગિફ્ટ સિટી સુધી ૮૦ મીટર રોડના બાંધકામ સહિતના વિકાસ કાર્યો માટે રૂ. ૧૭.૫ કરોડ ફાળવવામાં આવ્યાં છે.
લોકસભામાં ભાજપ OBCના સહારે: ગુજરાતમાં પાટીદારો થયા સાઈડલાઈન, જાણો કોણ કોના પર ભારે
- • “અ” વર્ગની ૨૨ નગરપાલિકા પ્રત્યેકને રૂ. ૧ કરોડ
- • “બ” વર્ગની ૩૦ નગરપાલિકા પ્રત્યેકને રૂ. ૮૦ લાખ
- • “ક” વર્ગની ૬૦ નગરપાલિકા પ્રત્યેકને રૂ. ૬૦ લાખ
- • “ડ” વર્ગની ૪૫ નગરપાલિકા પ્રત્યેકને રૂ. ૪૦ લાખ
ગુજરાતના ધરતીપુત્રોના હિતમાં સૌથી મોટો નિર્ણય; આખરે ભૂપેન્દ્ર 'દાદા' વ્હારે આવ્યા!
અમદાવાદ મહાનગરપાલિકામાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે સી.સી. રોડ, સ્ટોર્મ વૉટર ડ્રેનેજ અને પેવર બ્લૉક માટેના કુલ ૭૮૯ વિકાસ કામો માટે રૂ. ૧૮૦.૬૪ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકામાં વિવિધ વિકાકાર્યો માટે કુલ રૂ. ૧૭૭.૯૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ રકમ અંતર્ગત જામનગર શહેરમાં ઠેબા સર્કલ અને સમર્પણ સર્કલ પર બે ફ્લાયઓવરના નિર્માણ માટે રૂ. ૧૧૫ કરોડ ફાળવાયા છે, જ્યારે જામનગર મહાપાલિકાને સીએનજી બસ સંચાલન માટે રૂ. ૧.૯૭ કરોડ અને ઓડિટોરીયમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં સ્માર્ટ લાઈબ્રેરી અને શહેરમાં સુવિધાસભર લાઈબ્રેરી માટે રૂ. ૬૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાને ઢોર નિયંત્રણ માટે ફેઝ-૨ અંતર્ગત આદર્શ મ્યુનિસિપલ ઢોર ડબ્બાના નિર્માણ માટે રૂ. ૧૨ કરોડ ફાળવવામાં આવ્યાં છે.
પોલીસ વિભાગમાં મોટી બદલીના આદેશ; 65 DySpની બદલી અને 8 પ્રોબેશનરી IPSને નિમણૂંક અપાઈ
મુખ્યમંત્રીએ ચાર મહાનગરપાલિકાઓ ઉપરાંત ઔડા, સુડા અને રૂડા એમ ૩ શહેરી વિકાસ સત્તામંડળોને પણ આ યોજના અન્વયે જુદા જુદા વિકાસ કામો હાથ ધરવા માટે કુલ રૂ. ૪૮૩.૩૦ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ(ઔડા)ના મહેમદાવાદ, દહેગામ અને સાણંદ નગરપાલિકાના વિસ્તારમાં સીવરેજ નેટવર્ક અને સીવરેજ પ્લાન્ટ તથા સાણંદ ટાઉનમાં પાણી પુરવઠા સુવિધા જેવા આંતરમાળખાકીય વિકાસના કામો માટે રૂ. ૪૫૧.૨૬ કરોડની ફાળવણી કરી છે.
અચ્છા...તો આ કારણથી ભાજપે કાપી સુરતથી દર્શના જરદોશની ટિકીટ! આ રિપોર્ટે બગાડ્યો ખેલ
4 મહાનગરપાલિકાઓ
- • ગાંધીનગર મહાનગરપાલિકા - રૂ.૧૦૧ કરોડ
- • અમદાવાદ મહાનગરપાલિકા - રૂ.૧૮૦.૬૪ કરોડ
- • જામનગર મહાનગરપાલિકા - રૂ.૧૭૭.૯૭ કરોડ
- • સુરત મહાનગરપાલિકા - રૂ. ૧૨ કરોડ
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી(રૂડા) વિસ્તારના વિવિધ વિકાસકામો માટે કુલ રૂ. ૧૧.૬૧ કરોડની ફાળવણી કરી છે. જેમાં અર્બન ફોરેસ્ટ રામવનને રિંગ રોડ-૨ સાથે જોડતા તેમજ નેશનલ હાઈવે-૨૭ને રિંગ રોડ-૨ ને જોડતા કનેક્ટીંગ રોડ પરની ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે ૪૫ મીટર રસ્તાની કામગીરી માટે રૂ. ૮.૫૦ કરોડ ફાળવવામાં આવ્યાં છે. તેમજ ગોંડલ હાઈવેથી જેટકો ટાવર સુધી અને કાંગશીયાળી આઉટગ્રોથ વિસ્તારની ઘણી સોસાયટીઓને કનેક્ટિવિટી આપવા માટે રૂ. ૩.૧૧ કરોડની મંજૂરી આપવામાં આવી છે.
Photos: મુકેશ અંબાણીના સંતાનોને તો જાણો છો..ગૌતમ અદાણીના પુત્રો વિશે પણ ખાસ જાણો
સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા)ના ઓલપાડ તાલુકાના બલકસમાં તળાવ અને પલસાણા તાલુકાના અંતરોલીમાં ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનના આંતરમાળખાકીય વિકાસ માટે રૂ. ૨૦.૪૩ કરોડની ફાળવણી કરી છે. SJMMSVY યોજના હેઠળ ભૂગર્ભ ગટર યોજના ફેઝ-૨ના કામો માટે અમૃત ૨.૦ હેઠળ નક્કી કરાયા મુજબ રૂ. ૧૦ કરોડ કે તેથી ઓછી રકમના કામો માટે નગરપાલિકા મારફતે અને રૂ. ૧૦ કરોડથી વધુ રકમના કામો ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની(GUDC) અમલીકરણ સંસ્થા તરીકે કાર્ય કરે છે.
2029 માં વન નેશન વન ઈલેક્શનને લાગૂ કરાવવા આ 3 ત્રણ કાયદામાં કરવો પડશે ફેરફાર
3 શહેરી વિકાસ સત્તામંડળો
• ઔડા - રૂ. ૪૫૧.૨૬ કરોડ
• રૂડા - રૂ. ૧૧.૬૧ કરોડ
• સુડા - રૂ. ૨૦.૪૩ કરોડ
અગાઉ આ યોજના અંતર્ગત નવીન કામો માટે ૧૧૬ શહેર માટે ૫૭ નગરપાલિકાઓના કામો માટે રૂ. ૨,૫૨૫ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. હવે, આ ૫૭ નગરપાલિકાઓ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂગર્ભ ગટર યોજના ભાગ-૨ના વિકાસ કામો માટે વધુ ૯ નગરપાલિકાઓને કુલ રૂ. ૨૮૩.૨૭ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અન્વયે GUDC અંતર્ગત વિજાપુર, છોટાઉદેપુર, પેટલાદ, સાવરકુંડલા, પાદરા અને રાધનપુર નગરપાલિકાઓને રૂ. ૨૫૬.૯૩ કરોડ અને નગરપાલિકાઓ અંતર્ગત લુણાવાડા, ખેરાલુ અને હળવદને ૨૬.૩૪ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.
બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીનો હિજાબ કઢાવાયો, વિવાદ થતા કેન્દ્ર સંચાલકને હટાવાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત માણસા, પાલનપુર, પાદરા, બાબરા, વેરાવળ-પાટણ, કઠલાલ, નખત્રાણા, વાઘોડિયા, અમરેલી, માંડવી(કચ્છ), વડનગર અને સાવરકુંડલાને આંતરમાળખાકીય વિકાસ, આઉટગ્રોથ વિસ્તારના વિકાસ, આગવી ઓળખ, ખાનગી સોસાયટી ભાગીદારી યોજના, નવા નગર સેવા સદન બનાવવા, ઢોર નિયંત્રણ તેમજ પાણી પુરવઠા સહિતના કામો માટે લગભગ રૂ. ૭૫ કરોડથી વધુની રકમ મંજૂર કરી છે.
પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર; આ તારીખથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ, નોટિફિકેશન જાહેર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજ્યની તમામ ૧૫૭ નગરપાલિકાઓમાં રસ્તાની સુવિધાઓમાં વધારો કરવા માટે નગરપાલિકાના વર્ગ મુજબ ગ્રાન્ટની ફાળવણી કરી છે. આ ગ્રાન્ટમાંથી રોડ રિસરફેસિંગ ઉપરાંત થર્મો પ્લાસ્ટિક રોડ પેઈન્ટ, કર્બ પેઈન્ટ, સ્ટ્રીટ લાઈટ બોર્ડ તેમજ રોડ સેફટીના કામો કરવામાં આવશે.
ગુજરાતની આ મોટી કંપનીએ ઈન્વેસ્ટરોને કર્યા નિરાશ, પ્રથમ દિવસે કરાવ્યું નુકસાન
આ અંતર્ગત અ-વર્ગની ૨૨ નગરપાલિકાઓ માટે પ્રત્યેકને રૂ. ૧ કરોડ, બ-વર્ગની ૩૦ નગરપાલિકાઓ માટે પ્રત્યેકને રૂ. ૮૦ લાખ, ક-વર્ગની ૬૦ નગરપાલિકાઓ માટે પ્રત્યેકને રૂ. ૬૦ લાખ તથા ડ-વર્ગની ૪૫ નગરપાલિકાઓને પ્રતિ નગરપાલિકા રૂ. ૪૦ લાખની ગ્રાન્ટ મળીને કુલ રૂ. ૧૦૦ કરોડની મંજૂરી આપી છે. આ મંજૂર થયેલા શહેરી વિકાસના કામો નગરો-મહાનગરોના આયોજનબદ્ધ વિકાસ દ્વારા અમૃતકાળમાં રાજ્યના શહેરી વિસ્તારના વિકાસનો અમૃતકાળ બનશે.