ઝી બ્યુરો/ગાંધીનગર: ચોમાસાની શરૂઆતને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે દહેગામના કરૌલીમાં અમૃત સરોવરની CM ભૂપેન્દ્ર પટેલે ઓચિંતી મુલાકાત લીધી હતી. CM ભૂપેન્દ્ર પટેલે અમૃત સરોવર હેઠળ તૈયાર થઈ રહેલ કુલ ૩ તળાવોની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ACS પંકજ જોષી અને મામલતદાર હાજર રહ્યા હતા અને કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દહેગામના કરૌલીમાં અમૃત સરોવરની સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી. ત્યારબાદ આજે હરસોલી ગામની કિટલી ખાતે ગ્રામજનો સાથે સાહજીક સંવાદ કરી ચાય પે ચર્ચા કરી હતી.


આ વિશે મળતી માહિતી પ્રમાણે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અધિકારીઓને સાથે રાખી ચોમાસાની શરૂઆત પહેલા બનેલા તળાવોની ઓચિંતી મુલાકાત લીધી હતી. અમૃત_સરોવર યોજના હેઠળ દહેગામના કરૌલીમાં બનેલા ત્રણ તળાવની મુલાકાત બાદ કામોની સમીક્ષા કરી હતી. બીજી બાજુ મુખ્યમંત્રીની સરપ્રાઈઝ વિઝીટને પરિણામે મુલાકાત સ્થળે સોપો પડી ગયો હતો અને અધિકારીઓ દોડી ગયા હતા.