ગાંધીનગર :  સૌપ્રથમ તો હું લોકલાડીલા નરેન્દ્રભાઇ, અધ્યક્ષ જે.પી નડ્ડા, અમિત શાહ, સી.આર પાટીલ, વિજય ભાઇ રૂપાણીનો આભાર માનુ છું. હર હંમેશ મારા પર આનંદીબેનના આશિર્વાદ રહ્યા છે અને રહેશે. વિકાસના જે કામ અત્યાર સુધી થયા છે તેને આગળ વધારીશું. અત્યાર સુધી છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાનો મહત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ જ કામગીરીને આગળ વધારીશું. સંગઠન સાથે ચર્ચા કરીને વધારેમાં વધારે વિકાસના કામ છે તેને આગળ વધારીશું. સંગઠનને સાથે રાખીને કામ આગળ વધારીશું. 



CM બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલે ZEE 24 KALAK સાથે કરી ખાસ વાતચીત, કહી આ ખાસ વાત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમને મુખ્યમંત્રી બનશો તેવો અણસાર હતો ? ભાજપમાં પહેલાથી જ એવી સંસ્કૃતી રહી છે કે કોઇ સાથે પહેલાથી નહી પરંતુ બેઠકમાં જે નિર્ણય લેવાય તેને જવાબદારી સોંપવામાં આવે છે. MLA ની મળેલી બેઠકમાં મારૂ નામ નક્કી થયું અને મને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યો છે. તેના જવાબમાં ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી માત્ર ઇલેક્શન લક્ષી કામ ગીરી કરતી નથી. દરેકે દરેક કાર્યકર્તા પ્રજા વચ્ચે રહીને કામ કરતો રહે છે. 


ગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર, ભૂપેન્દ્ર પટેલના હાથમાં સત્તાનું સુકાન


જો કે સી.આર પાટીલને નીતિન પટેલ અને વિજય રૂપાણી અંગે પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, તેમની કામગીરી હજી સુધી કોઇ જ નક્કી નથી. પરંતુ સંગઠન સાથે સંકલન સાધીને તેમની સાથે કામગીરી કરવામાં આવશે. હાલ તો માત્ર કાલે મુખ્યમંત્રી જ શપથ લેશે. ત્યાર બાદ મંત્રીમંડળના વિસ્તરણ સહિતના જવાબો 6 વાગ્યે સ્પષ્ટ થશે. જો કે હાલ તો ગુજરાતમાં માત્ર એક નવા મુખ્યમંત્રી જ નક્કી છે. ત્યાર બાદના કેબિનેટ કે તે અંગે કાંઇ જ નક્કી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube