સુરત : શહેરમાં કોરોના સંક્રમણ વચ્ચે સતત કેસ વધી રહ્યા છે અને દર્દીઓ તથા ક્રિટિકલ કન્ડિશન જોતા રેમેડેસિવિર ઇન્જેક્શનની માંગમાં ઉલ્લેખનીય ઉછાળો જોવા મળી રહ્યો છે. દર્દીના સંબંધીઓ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતા પણ ઇન્જેક્શન અપ્રાપ્ય બન્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રેમેડેસિવિરની વ્યવસ્થા કરી હોવાની બાંહેધરી આપી હતી. જો કે સ્થિતીમાં હજી પણ કોઇ સુધારો થયો નથી. આજે પણ લોકો લાઇનમાં કલાકો સુધી ઉભા રહે છે, તેમ છતા પણ હજી સુધી ઇન્જેક્શન મળતા નથી. 


રાજકોટમાં કોરોનાની ભયાનક થતી સ્થિતી, 520 કેસ આવતા જ CM તત્કાલ સમીક્ષા માટે રવાના


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં રેમેડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો અપાયો છે જે અંતર્ગત સુરત શહેરમાં  અમદાવાદ કરતા  વધારે મોત હોવા છતા ઇન્જેક્શનનો જથ્થો ત્રણ ગણો ઓછો અપાયો છે. અમદાવાદમાં 18 હજાર ઇન્જેક્શન ફાળવાયા છે. જ્યારે સુરતને માત્ર 6706 ઇન્જેક્શન અપાયા છે. પાલિકા કમિશ્નરે સરકાર સમક્ષ 10 હજાર ઇન્જેક્શનની માંગ કરી હતી. આ ઉપરાંત વડોદરાને 4151, જ્યારે રાજકોટનાં 3878 ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. સુરતમાં કલેક્ટર દ્વારા 25 જેટલી હોસ્પિટલોનો આ ઇન્જેક્શનનો જથ્થો અપાયો હતો. 


AHMEDABAD માં BRTS-AMTS કોરિડોરનો ઉપયોગ સામાન્ય વાહન ચાલકો કરી શકશે, આ રહેશે નિયમ


સુરત સિવિલ કેમ્પસમાં રેમેડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લાંબી કતારો જોવા શહેરની સ્થિતી ખુબ જ ભયાનક છે. હાલમાં CM રૂપાી સુરતમાં સમીક્ષા બેઠક કરી હતી. જેમાં તમામ દર્દીઓને પુરતા પ્રમાણમાં ઇન્જેક્શન મળી રહેશે તેવી બાંહેધરી આપી હતી. જો કે સુરતમાં સ્થિતી તેનાથી વિપરિત જોવા મળી રહી છે. CM ઠાલા વચનો આપી ગયા છે. હજી સુધી પુરા થઇ શક્યા નથી. યોગ્ય સમયે ઇન્જેક્શનો પુરાવો નથી મળતો. જે પ્રકારની માંગ છે તેટલા ઇન્જેક્શન હજી સુધી મળી શક્યા નથી. 


કોરોનાનો આંકડો ભલે મોટો આવે પરંતુ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર ખાસ ધ્યાન આપો: PM મોદીની અપીલ


કોરોના સંક્રમણ વચ્ચે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોરોના પોઝિટિવ દર્દીઓના સંબંધીઓએ ધસારો ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. રેમેડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે આશરે 3થી4 કલાક સુધી કતારગામમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. શહેરમાં પરિસ્થિતી વધારેને વધારે વણસી રહી છે. આ ઉપરાંત વેન્ટિલેટરની પણ ઉણપ જોવા મળી રહી છે. તે અંગે પણ સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube