રક્ષિત પંડ્યા/રાજકોટ : જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને અન્ય અધિકારીઓની શનિવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતા માં બેઠક મળી હતી. ગાંધીનગર ખાતે મળેલ બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે મુખ્ય બે મહત્વ પૂર્ણ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી. જેમાં એક છે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ સ્થિત તૈયાર થનાર એઇમ્સ હોસ્પિટલ અને બીજું છે રાજકોટ અમદાવાદ હાઇવે પર હીરાસર ગામ ખાતે બનનાર ઇન્ટરનેશનલ એરપોર્ટ. હાલમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે મહત્વ પૂર્ણ આ બંન્ને પ્રોજેકટ કામ ક્યાં સુધી પહોંચ્યા છે તે અંગે રિપોર્ટ પ્રેઝન્ટેશન કલેકટર રેમ્યા મોહન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી: પોલીસ જવાને પોતાના જ ઘરે સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરતા ચકચાર


બંન્ને પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થયા બાદ કંમ્પાઉન્ડ વોલ કામગીરી શરૂ થઇ ગયેલ છે. આ સાથે બંને પ્રોજેક્ટ સંલગ્ન માર્ગ અને મકાન વિભાગને પ્રોજેક્ટ આસપાસ થતા 5 મુખ્ય રોડ અને 2 બ્રિજ કામગીરી ઝડપથી આગળ વધારવા મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રીની અધિકારીઓ સાથે તાકીદે મળેલ બેઠકથી આગામી ટૂંક સમયમાં એઇમ્સ હોસ્પિટલ માટે ખાતમુહૂર્તની તૈયારીઓના એંધાણ જોવાય રહ્યા છે. જેનું ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરે તેવી પુરી શકયતા જોવાઇ રહી છે.


GTUની બેઠકમાં લેવાયો આ નિર્ણય, આ વિદ્યાર્થીઓને મળશે વધુ એક તક


રાજકોટ જામનગર રોડ પર આવેલ ખંઢેરી ગામ ખાતે 200 એકરની વિશાળ જગ્યામાં 1250 કરોડના ખર્ચે 750 બેડની સુવિધા ધરાવતી આધુનિક સાધનોથી સજ્જ હોસ્પિટલ તૈયાર કરવા કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ એઇમ્સ હોસ્પિટલ પ્રોજેકટ ન માત્ર રાજકોટ પરંતુ રાજકોટની સાથે સાથે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે મહત્વપૂર્ણ પ્રોજેકટ માનવામાં આવે છે.


શિયાળામાં કોરોનાનું સંક્રમણ વધવાનો દાવો, જાણો કારણ, કોરોનાથી બચવા કરો આટલું


રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓને વિદેશ જવા માટે અમદાવાદ એરપોર્ટ સુધી જવું પડતું હતું. જેને ધ્યાનમાં રાખી રાજકોટ સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાને વિદેશ જવા માટે મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ અમદાવાદ હાઇવે પર રાજકોટ થી 27 કિલોમીટર દૂર હીરાસર ગામ ખાતે 1025 હેકટર જમીન પર અંદાજે 570 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની જાહેરાત કરવામાં આવી છે. જેનું વર્ષ 2017માં ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કામ પણ પુર જોશમાં ચાલી રહ્યું છે. જે આગામી 30 માસમાં પૂર્ણ થશે અને એરપોર્ટ નું નિર્માણ થઇ જશે. ઉલ્લેખનિય છે કે, એરપોર્ટ પર 3040 મીટર લાંબો અને 45 મીટર પહોળો સિંગલ રનવે તૈયાર કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube