ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર આવેલી તૌકતે વાવાઝોડાની આફતથી થયેલા નુકસાનમાં તાત્કાલિક રાહત સહાય માટે 1000 કરોડની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાતને આવકારીને પ્રધાનમંત્રી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, ગુજરાત પર આવેલી આ આફત સહિત જ્યારે જયારે ગુજરાતને જરૂરિયાત ઊભી થઈ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદાર સહાય આપીને ગુજરાતની વિપદાઓમાં પડખે ઊભા રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાવાઝોડાની આફતમાં પણ પ્રધાનમંત્રીએ ગુજરાતને કરેલી આ સહાય વધુ રાહત રૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ પણ જાહેર કર્યું છે કે આ વાવાઝોડાને કારણે જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે. તેવા મૃતકોના વારસદારોને ગુજરાત સરકાર તરફથી 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સહાય ભારત સરકારે જાહેર કરેલી 2 લાખની સહાય ઉપરાંત અપાશે. આમ રાજ્યમાં વાવાઝોડાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના વારસદારોને કુલ 6 લાખની સહાય મળશે.


આ પણ વાંચો:- PM મોદીની ગુજરાતને 1 હજાર કરોડની સહાય, મૃતકોના પરિવારને 2 લાખની સહાય


મુખ્યમંત્રીએ એવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે આ તૌકતે વાવાઝોડામાં ઇજા પામેલા લોકોને રાજ્ય સરકાર 50 હજારની સહાય આપશે. આ સહાય પણ પ્રધાનમંત્રીએ જાહેર કરેલી સહાય ઉપરાંત રાજ્ય સરકાર આપશે એટલે કે આ વાવાઝોડાથી જેમને ઇજા થઇ છે તેવા ઇજાગ્રસ્તોને કુલ 1 લાખની સહાય અપાશે.


આ પણ વાંચો:- અમદાવાદમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, જુઓ સમગ્ર ઘટનાનો Live Video


મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં તૌકતે વાવાઝોડાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની વિશદ ચર્ચા વિચારણા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસન અને પૂર્વવત્ સ્થિતિ પ્રસ્થાપિત કરવા માર્ગ મકાન  ઊર્જા સહિતના વિભાગોના સચિવોને તાકીદ કરવામાં આવી હતી.


આ પણ વાંચો:- ખેડૂતોની છીનવાઈ ખૂશી: વાવાઝોડાએ તૈયાર પાકને કર્યો જમીન દોસ્ત, સર્વે બાદ ચૂકવાશે સહાય


આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube