હિતલ પારેખ/ ગાંધીનગર: અમદાવાદના પિરાણા પીપલજ રોડ પર આવેલા નાનુકાકા એસ્ટેટમાં કપડાના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. આ આગની ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ 1 મિસિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદ આગની ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય આપવાની મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને ઘટનાની તપાસનો રિપોર્ટ સોંપવા બે અધિકારીઓની નિમણૂક કરાઈ છે.


9 લોકોના મોત નિપજ્યા, 2ની હાલત નાજુક
અમદાવાદના પિરાણા પિપલ રોડ પર આવેલ નાનુકાકા એસ્ટેટના કાપડના ગોડાઉનમાં 11 વાગ્યાની આસપાસ મોટો બ્લાસ્ટ થયો હતો. ગોડાઉનમા બ્લાસ્ટ થતા તેની છત ધરાશયી થઈ હતી. જેથી નીચે કામ કરી રહેલા મજૂરો પર છત પડી હતી. જો કે, બ્લાસ્ટ બાદ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. કાટમાળમાં 20 જેટલા મજૂરો ફસાયા હોવાનું જાણાવવામાં આવી રહ્યું છે. આગને પગલે ફાયર વિભાગ તાત્કાલિક દોડતુ થયું હતું. ફાયર વિભાગ દ્વારા ફસાયેલા 18 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તમામને સારવાર માટે એલજી હોસ્પિટલમા ખસેડાયા હતા. જેમાં 9 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 9 લોકો સારવાર હેઠળ છે. જેમાંથી 2ની હાલત નાજુક છે. ત્યારે અન્ય 2 ગુમ હોવાનું સામે આવ્યું છે.


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube