મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વધુ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને અપાઈ મંજુરી
વર્ષ 2019ના 9 મહિનામાં મુખ્યમંત્રી દ્વારા અત્યાર સુધી 82 નગર રચના યોજનાઓને આપવામાં આવી મંજુરી, જેમાં 72 ટીપી અને 10 ડીપીનો સમાવેશ થાય છે. વર્ષ 2018માં મુખ્યમંત્રીએ 100 ટીપી સ્કીમને મંજુરી આપી હતી.
બ્રિજેશ દોષી/અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શુક્રવારે રાજ્યનાં જુદા-જુદા શહેરોમાં મળીને કુલ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજુરી આપવામાં આવી છે. વર્ષ 2019ના 9 મહિનામાં મુખ્યમંત્રી દ્વારા અત્યાર સુધી 82 નગર રચના યોજનાઓને આપવામાં આવી મંજુરી, જેમાં 72 ટીપી અને 10 ડીપીનો સમાવેશ થાય છે. વર્ષ 2018માં મુખ્યમંત્રીએ 100 ટીપી સ્કીમને મંજુરી આપી હતી.
શુક્રવારે મુખ્યમંત્રીએ મંજુર કરેલી યોજનાઓ
અમદાવાદની 01 ડ્રાફ્ટ તથા 01 પ્રીલીમીનરી યોજના, સુરતની 02 પ્રીલીમીનરી, રાજકોટની 01 વેરીડ પ્રીલીમીનરી, વડોદરાની 01 ફાયનલ વેરીડ TP ટાઉન પ્લાનીંગ સ્કીમને મુખ્યમંત્રીએ મંજુરી આપી છે. અમદાવાદની ડ્રાફ્ટ TP સ્કીમ નં. 440 (ચેખલા-ગોધાવી-ગરોડીયા-વાંસજડા-ઢેડીયા-ઉનાલી)ની ૩૩૦ હેકટરની બાહ્ય વિસ્તારની ટીપી સ્કીમને મંજુરી મળતાં રૂ.350 કરોડનાં કામોને વેગ મળશે. પ્રિલીમીનરી TP સ્કીમને પરવાનગી મળતા રાજ્યમાં આશરે ૩૨૫ હેકટર જમીન પર રસ્તા અને આંતરમાળખાકીય સુવિધાના વિકાસ કાર્યો હાથ ધરાશે.
મધ્યપ્રદેશ પર લો પ્રેશર સર્જાતાં સમગ્ર રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી
અમદાવાદની TP સ્કીમ નં. 82 (લાંભા-લક્ષ્મીપુરા-2), સુરતની TP નં. 30 (વણખલા-ઓખા-વિહોલ) અને TP સ્કીમ નં. 43 (જહાંગીરાબાદ) તેમજ રાજકોટની TP સ્કીમ નં. 6 (પ્રથમ વેરીડ)ને મંજૂરી અપાઈ છે. વડોદરાની એક ફાયનલ વેરીડ TP નં. 2 (સેવાસી) મંજૂર કરાઈ છે. સુરતની બે પ્રારંભીક TP સ્કીમ મંજૂર થવાથી સુરત શહેરને આશરે 1,99,587 ચો.મી. જમીન વેચાણના હેતુ માટે, જ્યારે 1,19,862 ચો.મી. જમીન SEWSH માટે ઉપલબ્ધ બનશે. આ સાથે સુરતમાં 1,56,867 ચો.મી. જમીન જાહેર સુવિધા માટે અને 52,714 ચો.મી. જમીન બાગ-બગીચા, ખુલ્લી જગ્યા માટે ઉપલબ્ધ બનશે.
આજ રીતે અમદાવાદ શહેરમાં લાંભા-લક્ષ્મીપુરા વિસ્તારમાં 32,374 ચો.મી. જાહેર હેતુ, 48,547 ચો.મી. જમીન બાગ-બગીચા તેમજ વેચાણના હેતુ માટે 70,547 ચો.મી. અને SEWSH માટે 40,264 ચો.મી. જમીન પ્રાપ્ત થશે.
જુઓ LIVE TV....