અમદાવાદ : નવા વર્ષે લોકો ભગવાનનાં દર્શનથી નવા વર્ષની શરૂઆત થાય છે. ત્યારે વહેલી સવારથી અમદાવાદના નગરદેવી ભદ્રકાળીના મંદિરે દર્શન માટે લોકોની ભીડ જામી છે. લોકોએ સોશિયલ ડિસટન્સ સાથે લાઇનમાં દર્શન માટે ઉભા રહ્યા છે. લોકોને ટેમ્પરેચર ગનથી તાપમાન માપી અને પ્રવેશ આપવામાં આવે છે. મેયર બીજલ પટેલ, ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, ભાજપ શહેર પ્રમુખ જગદીશ પંચાલ, મ્યુનિ ભાજપના નેતા અમિત શાહ સહિતના નેતાઓ મંદિરે ઉપસ્થિત રહ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર પંચદેવ મંદિર દર્શન કર્યા બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કરીને આરતી ઉતારી હતી. મુખ્યમંત્રીના પત્ની અંજલિ રૂપાણી પણ સાથે હાજર રહ્યા હતા. માતાજીના દર્શન બાદ મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સાથે તહેવારની ઉજવણી કરવા માટે અપીલ કરી હતી. સાથે તેમણે નવા વર્ષની તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. 

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ વર્ષે ગુજરાત સલામત રહે, શાંતિ રહે અને અમદાવાદ ધબકતું રહે. કોરોનાનો અંત આવે. તેવી પ્રાર્થના કરૂ છું. તહેવારમાં ભીડ થતી હોય છે તેવામાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે ખુબ જ જરૂરી છે. કોરોનાની સ્થિતી ફરી એકવાર વિકટ થઇ રહી છે ત્યારે નાગરિકોને સચેત રહેવું જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube