મૌલિક ધામેચા/ અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ નગરપતિ નિવાસના નવા રિસ્ટોરેશનને નિહાળી નવાં બનેલા કોન્ફરન્સ હોલનું રવિવારે સાંજે ઉદ્ઘાટન કર્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદત પૂર્ણ થતા છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલ તથા પૂર્ણ થયેલ વિવિધ વિકાસ કાર્યોની મુખ્યમંત્રીએ બેઠક યોજી સમીક્ષા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજ્યભરના MBBS ઇન્ટર્ન તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં, આજથી હડતાળ પર


અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલ નગરપતિ નિવાસ ખાતે યોજાયેલ સમીક્ષા બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થયાનું મનાઇ રહ્યું છે. જેમનો એક મુદ્દો હાલમાં કોરોના કાળને પગલે સમગ્ર રાજ્યમાં કેસોની સંખ્યાને જોતા અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ સૌથી વધુ અસર થઇ હતી પરંતુ એસ.વી.પી. હોસ્પિટલ સહિતની હોસ્પિટલો દ્વારા જે શ્રેષ્ઠતમ સારવાર શહેરીજનોને પૂરી પાડવામાં આવી તેનાથી શહેરમાં સંક્રમણને મોટા પાયા પર અટકાવી શકાયું છે.


આ પણ વાંચો:- ભાવનગર મહાનગર પાલિકામાં સમાવેશ કરાયેલ નારી ગામ વિકાસથી વંચિત


સાથે જ અન્ય મુદ્દો એ પણ રહ્યો કે કોર્પોરેશન દ્વારા ૧૫ લાખ વૃક્ષોનુ વાવેતર, કચરાના નિકાલની વ્યવસ્થા, જાહેર પરિવહન વ્યવસ્થા, રિવરફ્રન્ટ, ફ્લાવર શો વગેરે જેવી સુવિધાઓ ઊભી કરી 'જ્યાં માનવી ક્યાં સુવિધા' નો મંત્ર ચરિતાર્થ કર્યો છે. મુખ્યમંત્રી એ તમામ નેતાઓ અને હાજર AMCના હોદ્દેદારો ની વાત ચીત બાદ કહ્યું કે શહેરીજનો માટે વિવિધ સુવિધાઓ ઊભી કરી શહેરને ઉત્તમ થી સર્વોત્તમ બનાવાની નેમ વ્યક્ત કરતાં અમે જે કહ્યું છે, તે કર્યું છે.


આ પણ વાંચો:- સમગ્ર દેશમાં ગુજરાતની નવી પહેલ, CMએ ફાયર સેફટી પોલિસીની કરી જાહેરાત


આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, કેસી પટેલ, કૌશિક પટેલ, MLA સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના કાળમાં કરેલા કાર્યની મુખ્યમંત્રીએ સરાહના કરતાં કહ્યું કે, 104 વાનને ફોન કરતાં જ તમારા ઘરના આંગણે આવીને ઊભી રહે અને તાત્કાલિક આરોગ્ય સારવાર મળે તેવું સુદ્રઢ વ્યવસ્થા તંત્ર કોર્પોરેશન દ્વારા ઉભુ કરાયું છે.


આ પણ વાંચો:- Gujarat Corona Update: કોરોના થયો કાબૂમાં, 24 કલાકમાં 1175 કેસ નોંધાયા, 11ના મોત


અમેરિકા, ઈઝરાયેલ, ચાઇના વગેરે દેશોના વડાઓ છેલ્લાં થોડા સમયમાં અમદાવાદની મુલાકાતે પધાર્યા છે તે દ્રષ્ટિએ અમદાવાદ શહેર હવે 'ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન બન્યું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. બાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ મહાનગરપાલિકાની મુદત સફળતાપૂર્વક પૂર્ણ થતાં આજના છેલ્લા દિવસે નગરપતિ નિવાસ ખાતે યોજાયેલા ભોજન સમારંભમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube