ભુજ : ભુજની સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલના મામલામાં ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. ભુજમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં છાત્રાઓના માસિક ધર્મની તપાસણીના વિવાદ બાબતે ભુજ એ-ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર કાંડમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં 3ને સસ્પેન્ડ કરાયા છે. પ્રિન્સીપાલ, રેક્ટર અને પ્યૂનને ફરજ મોકૂફ કરાયા છે. આ ઘટના મામલે મહિલા આયોગની ટીમ પણ આજે ભુજમાં કોલેજની મુલાકાત લેશે. ભુજની આ વિદ્યાર્થીનીઓ સાથે શરમજનક કાંડ થઈ ગયો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું છે કે સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. આ ઘટના દુઃખદ છે અને એને ક્યારેય ન ચલાવી લેવાય. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે પોલીસકેસ થયો છે અને ફરિયાદ નોંધીને કાર્યાવહી કરી છે તેમજ શિક્ષણ વિભાગને પણ આ મામલે સૂચના આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસંમતીને રાષ્ટ્ર વિરોધી ગણાવવી લોકશાહીની મુળ ભાવના પર હૂમલો: જસ્ટિસ ચંદ્રચુડ


ભુજના મિરઝાપર રોડ પર સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં અંદાજે 60 છાત્રાઓના માસિકધર્મની કોલેજના પ્રશાસન દ્વારા વસ્ત્રો ઉતારી તપાસ કરાઈ હતી. આ ઘટના શરમજનક બનવા સાથે સમગ્ર રાજ્યમાં ટોક ઓફ ધી ટાઉન બની છે. રાજ્યના મહિલા આયોગે પણ તપાસ હાથ ધરી છે, ત્યારે ભુજ એ ડિવિઝન પોલીસે સવારે નિવેદન નોંધ્યા બાદ સાંજે 4 સામે ફરિયાદ નોંધી છે. છાત્રાઓએ ફરિયાદ લખાવી છે. જેમાં આચાર્ય રીટાબેન, કો ઓર્ડિનેટર અનિતાબેન, પ્યુન નયનાબેન, સુપરવાઈઝર રમીલાબેન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેવું ડીવાયએસપી જે.એમ. પંચાલે જણાવ્યું છે. 


Airtel બાદ Vodafone દ્વારા પણ બાકી રકમ મુદ્દે હવાલો, સુપ્રીમે ઝાટકણી કાઢી


એ ડિવિઝન પોલીસે કલમ 384, 355, 506, 509, 114ની કલમ અંતર્ગત ફરિયાદ નોંધી છે. નોંધનીય છે કે, ગઈકાલે છાત્રાઓ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા. દરમિયાન પછી પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ છાત્રાઓએ ફરિયાદ પાછી ખેંચી લેવા પોલીસ મથકે ઉહાપોહ મચાવ્યો હતો. જોકે, પોલીસે સમગ્ર મુદ્દે તપાસ કર્યા બાદ તટસ્થ કાર્યવાહીની વાત દોહરાવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક