અમિત રાજપુત, અમદાવાદ: સીએમ રૂપાણી અને તેમના પત્ની અંજલિ રૂપાણી ભગવાન જગન્નાથના દર્શનાર્થે આવી પહોંચ્યા છે. જ્યાં સીએમ રૂપાણી અને તેમની પત્ની અંજલીએ ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી છે. સીએમ રૂપાણી અને તેમની પત્નીએ ભગવાન જગન્નાથને હાર અર્પણ કર્યો. તેમજ હાથ જોડીને અને ઝૂકીને નમન કર્યું. મંદિરના મહંત દિલીપદાસજીએ સીએમ રૂપાણી અને તેમની પત્ની અંજલી રૂપાણીને આશિર્વાદ આપ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રથયાત્રાને લઇ જગન્નાથ મંદિર પરિસરમાં બેઠક યોજાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદિપસિંહ જાડેજા બેઠકમાં હાજર રહ્યાં છે. પોલીસ કમિશનર, મેયર, મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા બેઠકમાં હાજર છે અને રથયાત્રાને લઇ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.


સીએમ રૂપાણીએ જણાવ્યું કે, અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ આરતી અને દર્શનનો લાભ મળ્યો. સુપ્રીમ કોર્ટે રથયાત્રા ન નિહાળવાનો આર્ડર પુરી માટે આપ્યો હતો. આજે શરતી મંજુરી આપી છે. ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે, તેઓ હાઇકોર્ટમાં વિનંતી કરશે. એડવોકેટ જનરલને સુચના અપાઈ છે. ઓરીસ્સાની જેમ અહીં પણ પરંપરા જળવાય એવી માગ કરવામાં આવી રહી છે. હાઇકોર્ટ કહેશે એ સીસ્ટ્રીક્શન સાથે યાત્રા કાઢવાની વિનંતી કરશે. સરકાર તમામ રીતે તૈયાર છે. એડવોકેટ જનરલ થોડીવારમાં કોર્ટમાં વિનંતી કરશે. હાઇકોર્ટ કહેશે એ પ્રમાણે રથયાત્રા નિકાળવા માટે સરકાર સજ્જ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube