CM રૂપાણીનો સ્વિકાર કોરોના ખુબ જ વિકરાળ, આટલી હોસ્પિટલોમાં દર્દી માટે નથી જગ્યા
* રાજકોટમાં RT-PCR ટેસ્ટ માટે એક મશીન ફાળવ્યું
* રેમડેસિવિર ઇન્જેક્શન બિનજરૂરી લેવાથી કિડની અને લિવરને નુકસાન - વિજય રૂપાણી
ગૌરવ દવે/રાજકોટ : રાજકોટમાં કોરોનાની સ્થિતિ ગંભીર થતા આજે રાજ્યના મુખ્યમંત્રી હોમટાઉન રાજકોટ દોડી આવ્યા હતા. જિલ્લા કલેકટર કચેરીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને કોરોનાની સમીક્ષા કરી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વીકાર્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ હાઉસફુલ છે. 600 બેડની વ્યવસ્થા છે જે સંપૂર્ણ ફૂલ થઈ ગયા છે.
AHMEDABAD: PSI એ મહિલા કોન્સ્ટેબલને કહ્યું ગરમી નથી લાગતી? ચાલો બાજુની હોટલમાં જઇએ અને...
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં કોરોનાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, રાજકોટ જિલ્લાના કોરોનાના નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા, જિલ્લા કલેકટર રેમ્યા મોહન, મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ અને પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અંદાજિત દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી જેમાં કોરોનાના વધતા કેસ, મોતના આંક અને રેમડેસીવીર ઇન્જેક્શનની અછત સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
આવતીકાલથી ભીલડી અને જોધપુર વચ્ચે દોડશે ડેમુ સ્પેશિયલ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની રાજકોટ મુલાકાતના મુખ્ય મુદ્દા...
1.રાજકોટમાં ટેસ્ટીંગ વધારવામાં આવશે
2.એક અઠવાડિયામાં 6631 બેડ ઉભા કરવામાં આવશે
3.આરટીપીસીઆર ટેસ્ટીંગ વધારવા રાજકોટમાં વધુ એક ટેસ્ટીંગ મશીન ફાળવવામાં આવ્યું.
4.શહેરમાં અમૃત ઘાયલ હોલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે અને ઓક્સિજન બેડ પણ મુકાશે,.
5.ગ્રામ્ય સ્તરે પીએચસી સેન્ટર અને સમાજની વાડીઓમાં કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવશે.
6.IMA સાથે ચર્ચા થઇ ઓછા લક્ષણવાળા દર્દીઓ માટે નર્સિંગ હોમ શરૂ કરવાની તૈયારી દર્શાવી,200 બેડ શરૂ કરવામાં આવશે.,
7.લોકડાઉન નહિ થાય પરંતુ રાત્રી કર્ફ્યૂનો ચુસ્ત અમલ કરવામાં આવશે,માસ્કને લઇને કડક કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપાવામાં આવી.
8.માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનને સીલ કરવામાં આવશે અને પોઝિટિવ દર્દીઓ બહાર ન નીકળે તેની ખાસ તકેદારી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube