ગાંધીનગર: રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે સવારે 9 વાગ્યે શરૂ થયેલું મતદાન 4 વાગ્યે પુર્ણ થયું હતું. ત્યાર બાદ સાંજનાં 5 વાગ્યે મતગણતરીમાં શરૂ કરવાની હતી પરંતુ કોંગ્રેસની અરજીનાં કારણે વિલંબ થયો હતો. જો કે કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસનાં તમામ વાંધાઓને ફગાવી દીધા હતા. મતગણતરી માટે લીલીઝંડી આપતા મતગણતરીની પ્રક્રિયા ચાલુ થઇ હતી. ત્યાર બાદ રાતનાં સવા દસ વાગ્યે રાજ્યસભાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ભાજપના નરહરી અમીન, અભય ભારદ્વાજ અને રમીલા બેન બારાનો વિજય થયો હતો. જ્યારે શક્તિસિંહ ગોહિલનો વિજય થયો હતો. ભરતસિંહ પરાજિત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપનાં 3 ઉમેદવારોની જીત, કોંગ્રેસનાં એક ઉમેદવારની હાર


રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના જીતને લઇ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, પરિણામ જાહેર થઈ ગયું છે. ભાજપના ત્રણેય ઉમેદવારો સારા મતેથી વિજેતા બન્યા છે. ભાજપે એક થઈને બધાએ પુરેપુરા મત પાર્ટી વ્હીપ મુજબ આપ્યા અને ત્રણેય ઉમેદવાર સારીરીતે વિજેય થયા છે. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાના છે. તેમના પ્રયાસો અને દિલ્હીમાં ગુજરાતના સપુત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને ગૃહ મંત્રી અમિતભાઈ અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને આગળ વધારવા અને વિકાસ કરવામાં તે બધાનો પુરૂષાર્થ અને મદદ ગુજરાતને મળતી રહેશે. ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસે અનેક પ્રયત્નો કર્યા પરંતુ અંતે કોંગ્રેસ પાછી પડી. છેલ્લે મતગણતરીમાં પણ વાંધા કાઢ્યા હતા. અમારા ધારાસભ્યોના અવારનાવાર સંપર્ક કર્યા પરંતુ કોંગ્રેસના હાથ હેઠા પડ્યા છે અને ભાજપ સારી રીતે વિજય થયો છે. અમે પાર્ટીના તમામ લોકોનો અને જનતાનો આભાર માનીએ છીએ. ભારત ચીન બોર્ડર ઉપર બનાવ બન્યા. આપણા જવાનો શહીદ થયા. એટલા માટે વિજય ઉત્સવ ન કરવો એવા નિર્ણય સાથે કાર્યકર્તા વિજય ઉત્સવ ઉજવી રહ્યાં છે.


આ પણ વાંચો:- ભરતસિંહ સોલંકીની જીતની આશા ધૂંધળી, કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું - સૂત્ર


રાજ્યસભા ચૂંટણી પરિણામને લઇ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીનું પરિણા મ અપેક્ષા પ્રમાણે ભાજપના ત્રણેય ઉમેદવારોનો વિજય થયો છે. અમારા બધા જ ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં જે પ્રમાણે આયોજન કર્યું હતું તે જ પ્રમાણે મતદાન કર્યું અને અમાર ઉમેદવાર નરહરી અમીન, અભય ભારદ્વાજ અને રમીલા બેન બારાનો વિજય થયો છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના મિત્રો જે અપ્રચાર કરતા હતા કે અમારા ઉમેદવારોને ભાજપમાંથી ક્રોસ વોટિંગ મળવાનું છે વગેર વગેરે જે અફવા ફેલાવી અને સતત ગુજરાતીની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હતા. કોંગ્રેસની નિષ્ફળતા અને કોંગ્રેસની જુથબંધીને છાવરવાનો જે પ્રત્યન કરતા હતા તે આ પરિણામોએ સ્પષ્ટ રીતે કોંગ્રેસને બતાવી આપ્યું છે કે, ભારતીય જનતા પક્ષ શિસ્તબધ પક્ષ છે. બધાજ ધારાસભ્યો પક્ષની શિસ્ત પ્રમાણે મતદાન કર્યું છે.


આ પણ વાંચો:- હુકમનો એક્કો બનેલ BTP ને વોટિંગ કરવા મનાવવા ભાજપ બાદ કોંગ્રેસના મરણિયા પ્રયાસો શરૂ


રાજ્યસભા ચૂંટણી પરિણામને લઇ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યસભાની તાજેતરની ગુજરાતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે અભય ભારદ્વાજ, આદિવાસી મહિલાનું પ્રતિનિધિત્વ કરતા રમીલા બેન બારા, પૂર્વ મંત્રી અમારા સાથી નરહરી અમીન અનેક વર્ષોથી સેવા આપી રહ્યાં છે. કોંગ્રેસના દેખાડવાના અને ચાવવાના હમેશાં અલગ અલગ રહ્યાં છે. કોંગ્રેસની ટેવો ખુલ્લી પડી રહી છે. કોંગ્રેસની આંતરિક લડાઇ આ ચૂંટણીમાં ખુલીને બહાર આવી છે. ભાજપના ત્રણેય ઉદેવારોની જીત થઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube