* રસીકરણ દરમિયાન રાજકારણીઓ નિયમોનો ભંગ ન કરે તેવી PM ની ટકોર
* કેન્દ્ર સરકારે પ્રાથમિકતા નક્કી કર્યા પ્રમાણે જ અપાશે રસીકરણ કરવા આદેશ
* ફ્રન્ટ લાઈન વર્કસ બાદ 50 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓને અપાશે રસી
* વહેલી રસી લેવા નેતાઓ કૂદી ન પડે તેનું ધ્યાન રાખવા પીએમની ટકોર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : દેશભરમાં આગામી 16 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા વિશ્વનાં સૌથી મોટા રસીકરણ અભિયાનને ધ્યાને રાખી વડાપ્રધાન મોદી દ્વારા દેશનાં તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન દ્વારા કોરોના રસીકરણ અભિયાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા તેમજ રાજ્ય સરકારોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નવીદિલ્હીથી વીડિયો કોન્ફરન્સ યોજી હતી.


ચર્ચિત વડોદરા લવજેહાદ કેસ: પિતાનું તેરમું કરીને હિન્દુ યુવતી ફરી એકવાર વિધર્મી યુવક સાથે રફુચક્કર


ગુજરાતમાં આ રસીકરણ અંગે રાજ્ય સરકારની સજ્જતા અને પૂર્વ તૈયારીઓ અંગેની માહિતી અને વિગતો મેળવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં વડાપ્રધાનને ગુજરાતની તૈયારીઓ અંગે  સવિસ્તાર માહિતી આપી હતી. રસીકરણ માટે ડ્રાય રનથી માંડીને સ્ટોરેજ સુધીની તમામ માહિતી આપી હતી. રસી આપે એટલે રસીકરણને સુચારૂ રીતે શરૂ કરવા માટે રાજ્ય સજ્જ હોવાની વડાપ્રધાનને બાંહેધરી પણ આપી હતી. 


મહિલાની PSI ને ધમકી: માસ્ક તો નહી જ પહેરું તમારા બધાના પટ્ટા ઉતરાવી દઇશ


આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત નાયબમુખ્યપ્રધાન અને આરોગ્ય મંત્રી નિતીન પટેલ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ અનિલ મુકીમ હાજર રહ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે પણ વડાપ્રધાન અને કેન્દ્રીય અધિકારીઓ સાથે માહિતીનું આદાન પ્રદાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત તમામ રાજ્યોમાં તબક્કાવાર રસીનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube