અમદાવાદ: શુક્રવારે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકોને રૂબરૂ મળીને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થઈ ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાને વધુ વેગ આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇજન પાઠવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે યોજેલા વન ટુ વન બેઠકના ઉપક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે એમ.જી મોટર્સના એમ.ડી રાજીવ છાબડા, ડીસીએમ શ્રીરામના સી.ઈ.ઓ વિક્રમ શ્રીરામ, ભારતી એન્ટરપ્રાઇઝીસના વાઇસ ચેરમેન રાજનભારતી મિત્તલ, એકમે સોલારના ચેરમેન મનોજ ઉપાધ્યાય, રિન્યુ પાવર વેન્ચરના સી.ઇ.ઓ. સુમન્ત સિન્હા અને સ્પાઇસ જેટના ચેરમેન અજય સિંહએ બેઠકો યોજી હતી. 
 
આ અગ્રણી ઉદ્યોગ સંચાલકોએ ગુજરાત સાથે ઓટોમોટિવ સેક્ટર, સોલાર એનર્જી,  સોડા એશ ઉત્પાદન, પીસીપીઆઇઆર, રિજિયનલ એર કનેક્ટિવિટી સહિતના બહુવિધ ક્ષેત્રોમાં રોકાણ માટેની ઉત્સુકતા દર્શાવી ગુજરાત સરકારની પ્રોત્સાહક નીતિઓ અને ઇન્ડસ્ટ્રિયલ પોલિસિઝની પણ સરાહના કરી હતી.


મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતમાં આ અગ્રણી ઉદ્યોગગૃહોના મોટા પ્રમાણમાં રોકાણોને કારણે આર્થિક વિકાસ સહિત રોજગાર ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર રહેશે. આ બેઠકોની શ્રૃંખલાઓ દરમિયાન મુખ્યસચિવ ડો. જે.એન.સિંઘ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ. કે. દાસ તેમજ ઉદ્યોગ, પ્રવાસન, ધોલેરા એસઆઈઆર વગેરેના વરિષ્ઠ સચિવો જોડાયા હતાં.