જસદણ : કુંવરજી બાવળીયા થકી ભાજપ જસદણમાં કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવામાં સફળ રહી છે. ભાજપે કોંગ્રેસ પાસથી જસદણની વિધાનસભાની બેઠક આંચકી લીધી છે. ત્યારે ઈલેક્શનના પરિણામ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કુંવરજીને અભિનંદન આપ્યા હતા. તેઓએ આ જીતને ભાજપની મોટી જીત ગણાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે બપોરે તેઓ જસદણ પહોંચી જવાના છે, અને ભાજપની ઉજવણીમાં જોડાવાના છે. ત્યારે જસદણની જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, લોકસભાની  26 બેઠક જીતવાનો સંકેત આ ચૂંટણીએ આપી દીધો છે. ખેડૂતોએ ભરીભરીને ભાજપને મત આપ્યા છે. કુંવરજીએ આટલી બહુમતીથી જીત્યા છે તે બતાવે છે કે જસદણની ગ્રામ્ય જનતા, ખેડૂતો તમામ વર્ગોએ ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 


તો બીજી તરફ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જસદણ ચૂંટણીમા હાર માટે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, જનતાનો ચુકાદો સ્વીકાર્ય છે. અમને બધાનો આભાર માનીએ છીએ. ભાજપે સરકારી મશીનરીનો ઉપયોગ કર્યા , પણ લોકસભાની ચૂંટણીમા આની કોઈ અસર નહિ થાય.