મુખ્યમંત્રી વિજય રૂપાણીની સંવેદનશીલ જાહેરાત, આ લોકો માટે છે મહત્વના સમાચાર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) ગુજરાતમાં મીઠું પકવતા અગરિયાઓ (Agaria) પ્રત્યે સંવેદના દાખવીને તેમને પ્રતિ એકર રૂપિયા 3000 ની આર્થિક સહાય (Financial Assistance) આપવાની જાહેરાત કરી છે
હિતલ પારેખ/ ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) ગુજરાતમાં મીઠું પકવતા અગરિયાઓ (Agaria) પ્રત્યે સંવેદના દાખવીને તેમને પ્રતિ એકર રૂપિયા 3000 ની આર્થિક સહાય (Financial Assistance) આપવાની જાહેરાત કરી છે. તૌકતે વાવાઝોડા (Tauktae Cyclone) દરમિયાન અગરિયાઓને પણ નુકસાન થયું હતું. આ અંગે રાજ્ય સરકાર (State Government) દ્વારા પ્રાથમિક માહિતી મેળવવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) અગરિયાની ચિંતા કરીને તેમને પણ આર્થિક સહાય (Financial Assistance) આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે. 10 એકર સુધીની જમીન ધરાવતા અગરિયાઓને (Agaria) થયેલા નુકસાનમાં પ્રતિ એકર રૂપિયા 3000 ની સહાય આપવાનો રાજ્ય સરકારે (State Government) નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો:- આણંદ અકસ્માત: PM અને CM એ વ્યક્ત કર્યો શોક, 2-2 લાખ રૂપિયા સહાયની જાહેરાત
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આજે આ મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઇ પટેલ, પ્રદીપસિંહ જાડેજા અને વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube