* ગાંધીનગર અને રાજકોટ મહાનગરોમાં વધુ બે ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજુર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી 
* ગાંધીનગર (ગુડા) ની ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં. ૨૬ અને રાજકોટ કોર્પોરેશનની પ્રિલીમીનરી ટી.પી.સ્કીમ નં. ૩૨ (રૈયા) ને મંજુરી
* શહેરી ક્ષેત્રોના આયોજન બધ્ધ સાતત્યપૂર્ણ વિકાસની નેમ સાકાર કરતા મુખ્યમંત્રી
* શહેરી વિકાસ વિભાગના અધિકારીઓને શક્ય તે ઝડપથી ટી.પી. સ્કીમો પૂર્ણ કરવા સુચના 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુઆયોજિત નગર આયોજનની દિશામાં આગળ વધતા વધુ બે ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજુરી આપી છે. તદનુસાર, મુખ્યમંત્રીએ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (ગુડા) ની ડ્રાફ્ટ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. ૨૬ (વાસણા-હડમતિયા-ઉવારસદ-વાવોલ) ની આશરે ૧૦૦ હેક્ટર્સ વિસ્તારની ટી.પી.ને મંજુરી આપી છે. ટી.પી. થવાથી વિકાસની વ્યાપક તકો વધશે કારણ કે, ગાંધીનગર શહેરના વિકાસ આયોજનને આગળ વધારતા પહોળા રસ્તાઓ સુચવવામાં આવ્યા છે.


શિક્ષક દિવસ નિમિતે અનાથ બાળકોને હવાઇ મુસાફરી અને પ્લેનની સમજ આપવામાં આવી


ગુડાની આ ટી.પીથી જાહેર સુવિધા માટે આશરે ૩૨,૧૮૭ ચો.મી. જમીન, બાગ બગીચા અને ખુલ્લી જગ્યા માટે ૩૪,૭૩૮ ચો.મી તથા સ્કુલ માટે ૧૨૯૬૫ ચો.મી. જમીન ઉપરાંત સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે ૧૨,૭૪૬ ચો.મી. જમીન પ્રાપ્ત થશે. આ ઉપરાંત આંતરમાળખાકીય સ્વલતોને પહોંચી વળવા માટે વેચાણના હેતુ માટે પણ આશરે ૮૧,૧૨૧ ચો.મી. જેટલા પ્લોટો સંપ્રાપ્ત થશે. આમ ગુડા દ્વારા મંજુરી અર્થે થયેલ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. ૨૫ ને અગાઉ મંજુરી બાદ હવે આ  ટી.પી.સ્કીમ નં. ૨૬ ને ખુબ જ ટુંકા સમયમાં સરકારની મંજુરી મળી ગઇ છે. 


અમદાવાદમાં અહીં ઘરે ઘરમાં આવે છે દારૂના નળ, FSL એ તપાસ કરી તો આશ્ચર્યથી આંખો પહોળી થઇ ગઇ


મુખ્યમંત્રી  વિજયભાઈ એ આ ઉપરાંત રાજકોટ શહેરની સ્માર્ટ સીટીની પ્રિલીમીનરી ટી.પી.સ્કીમ નં. ૩૨ (રૈયા) ને પણ મંજુરી આપી છે. સપ્ટેમ્બર-૨૦૧૮ માં જ મંજુર કરાયેલ આશરે ૩૬૭.૦૦ હેક્ટર્સનું વિશાળ ક્ષેત્રફળ ધરાવતી આ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમની પ્રારંભિક યોજનાને પણ તેમણે મંજુરી આપતા રાજકોટમાં નવા રેસકોર્સ વિસ્તાર તરીકે પ્રસિધ્ધ સ્માર્ટ સીટીની આ સ્કીમમાં વિકાસની વિપુલ તકો ઉભી થયેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ સ્માર્ટ સીટીની આ ટી.પી ના વિકાસ અર્થે ઘણી મોટી ગ્રાંટની ફાળવણી કરવામાં આવતી હોવાથી આ ટી.પી.સ્કીમ એક અતુલ્ય નજરાણું બની રહેશે. 


સાણંદના મહારાજા જયશિવસિંહ વાઘેલાનું નિધન, પુત્ર ધ્રુવરાજસિંહનું રાજતિલક કરાયું


સ્માર્ટ સીટીની સદર સ્કીમમાં ઘણાં પહોળા રસ્તાઓનું આયોજન કરાયેલ છે. જેમાં ૨૪.૦૦ મીટર, ૩૬.૦૦ મીટર, ૪૫.૦૦ મીટરથી ૬૦.૦૦ મીટર સુધીનું રસ્તાકીય માળખુ સુચિત છે. વધુમાં આ ટી.પી.માં સામાજિક માળખાગત સુવિધાઓ માટે આશરે ૪,૦૮,૫૫૧ ચો.મી. પ્લોટ, સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના રહેણાક માટે ૧,૨૬,૫૬૫ ચો.મી. ના પ્લોટ તથા ખુલ્લી જગ્યા, બગીચા માટેના આશરે ૧,૭૬,૨૨૧ ચો.મી. ના પ્લોટ તથા વેચાણના હેતુ માટે ૧,૩૯,૬૦૪ ચો.મી. જમીન સંપ્રાપ્ત થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બંન્ને ટી.પી.સ્કીમને ત્વરિત મંજુરી આપતા ગાંધીનગર અને રાજકોટ શહેર માટે વિકાસની વધુ તકો ખુલશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube