સુરેંદ્રનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરેન્‍દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે મહિલા સંમેલનમાં જણાવ્‍યું હતું કે, આ સરકાર ગરીબો અને નોધારાના આધાર તરીકે બધાને સાથે લઈને કામગીરી કરી આગળ વધી રહી છે. સુરેન્દ્રનગર ખાતે ૭૨ માં સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે સ્વાતંત્ર પર્વની ઉજવણીના પૂર્વ દિને ચોટીલા ખાતે આયોજિત મહિલા સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણે ત્યાં ‘નારી તું નારાયણી નારી’નું સ્થાપન, સ્ત્રી દાક્ષિણ્ય, સુરક્ષા, સન્માન કરવામાં આવે છે એટલા માટે આપણે ત્યાં સીતારામ ઉમાશંકર અને રાધાકૃષ્ણ બોલવામાં આવે છે. રાજ્ય સરકારે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહિલા સશક્તિકરણના અનેકવિધ કાર્યક્રમો ઉપાડીને કાર્યાન્વિત કર્યા છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓના સશક્તિકરણ માટે રાજય સરકાર દ્વારા લેવાયેલ મહત્વાકાંક્ષી નિર્ણયોની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે પોલીસમાં ૩૩ ટકા મહિલાઓનો સમાવેશ કરાયા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાની ભાગીદારીમાં બહેનોની ૫૦ ટકા જોગવાઈ કરી છે. દીકરો દીકરી સમાન છે સ્ત્રીભુણ હત્યા કરનાર સામે કડક કાયદાની જોગવાઈ કરાઈ છે. 


રાજય સરકારે દારૂબંધીનો કાયદો કડક બનાવીને આવનાર પેઢી વ્યસનમુક્ત રહે તે માટે કડક કાયદાની જોગવાઇઓ કરી છે સુરક્ષા માટે બહેનોની અને તેઓને સમયસર મદદ મળી રહે તે માટે ‘અભયમ’ એપ લોન્ચ કરવામાં આવી છે. મહિલાઓ સ્‍વાવલંબી બને તે માટે આવતા દિવસોમાં રાજ્યમાં ૧૦ લાખ મહિલા સખીમંડળોની રચના કરીને બહેનોને રોજગારી દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું કાર્ય આરંભાયું છે. આ ઉપરાંત બહેનો ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં સ્વરોજગાર લક્ષી કોર્સમાં અભ્યાસ દ્વારા આગળ વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.


મહિલા સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજ્ય સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સર્ટીફીકેટ, કિટસ, સનદ, ચેક એનાયત કરાયા હતા. મિશન મંગલમ યોજના - પોષણ યોજનામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કુલ ૩૩ લાભાર્થીઓને સર્ટીફીકેટ કીટ, સનદ ચેકનું વિતરણ આવ્યું હતું. જ્યારે મિશન મંગલમ યોજનામાં સાત જેટલા લાભાર્થી જુથ ગ્રામ મંડળોને રૂ.૩૧.૭૦ લાખ ના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ તેમના ઉદ્દબોઘનમાં રાજય સરકાર દ્વારા મહિલાઓને પગભર થવા અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.