રક્ષિત પંડ્યા/રાજકોટ :મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) આજે રાજકોટમાં 489 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અનેક મોટા પ્રોજેક્ટને રાજકોટ (rajkot)ની જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તો સાથે જ કેટલાક પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેથી રાજકોટવાસીઓની સુવિધા વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ્રપાલી અન્ડરબ્રિજનું લોકાર્પણ
સીએમ રૂપાણીના હસ્તે આજે આમ્રપાલી અંડર બ્રિજનું બ્રિજનું લોકાર્પણ કરાયું છે. તો સાથે જ કરોડોના વિકાસ કાર્યોનું પણ સીએમના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું છે. કુલ 489.50 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 26 કરોડના ખર્ચે તૈયાર થયેલા આમ્રપાલી અન્ડરબ્રિજનું લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. તો જુદી જુદી આવાસ યોજનાઓમાં ખાલી રહેલા 56.58 કરોડના 416 આવાસોનું CMના હસ્તે કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરાશે. આ સાથે જ મુખ્યમંત્રી રૂપાણીએ આજે રાજકોટમાં બનેલા 4 નવા બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું છે. 


આ પણ વાંચો : જન્મદિવસ પર યાદ કરીને ભાવુક થયા સુશાંતના ફેન્સ, બોલ્યા-પરત આવી જા યાર... 



રાજકોટવાસીઓને ભેટમાં શું શું મળ્યું 
કેકેવી હોલ ચોક, જડડુસ હોટેલ ચોક, નાના મવા ચોક અને રામદેવપીર ચોક ખાતે 239 કરોડના ખર્ચે તૈયાર થનાર નવા બ્રિજના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. કોઠારિયા અને વાવડી વિસ્તારમાં પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 416 આવાસોનો ડ્રો યોજી લાભાર્થીને આવાસ ફાળવણી કરવામાં આવી છે. એઇમ્સ હોસ્પિટલ ખાતે 90 મીટર ડીપી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કેકેવી ચોક ખાતે પાંચ માળ ઉંચો અને 1152 રનિંગ મિટર લાંબો ઓવરબ્રિજ 97.84 કરોડના ખર્ચે તૈયાર થશે. 


આ પણ વાંચો : આ યુવક ઉત્તરાયણના બચેલા પતંગના દોરાના ગુચ્છા ખરીદી રહ્યો છે, બિરદાવવા જેવું છે તેનું સાહસ


ગુજરાતના વિકાસને દોડતો રાખ્યો - રૂપાણી 
તમામ કાર્યોનું લોકાર્પણ કરતા સીએમ રૂપાણીએ કહ્યું કે, 500 કરોડના કામો પૂરા કરી ગાંધીનગર પહોંચું ત્યાં ફોન આવે કે રાજકોટમાં બીજા કામો તૈયાર છે અમને તારીખ આપો. રાજકોટ મનપા દ્વારા ખૂબ ઝડપથી વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. અહી કાર્યક્રમમાં કોરોનાના નિયમોનું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરી બેઠા છો માટે તમને અભિનંદન આપું છું. ગુજરાતના વિકાસને આપણે દોડતો રાખ્યો છે. રાજ્યમાં છેલ્લા 6 માસમાં 27000 કરોડના વિકાસના કામો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. 


આ પણ વાંચો : 24 કલાકમાં કચ્છમાં ભૂકંપના 5 આંચકા નોંધાયા, દરેકની તીવ્રતા અલગ-અલગ