ત્રીજી લહેરને પહોંચી વળવા ગુજરાત સરકારના પ્લાનિંગ વિશે જાણો શું કહ્યું સીએમ રૂપાણીએ...
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ હેઠળ કલોલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે આરસોડિયા ગામના સરપંચ અને અગ્રણીઓ સાથે ચર્ચા કરીને ગામના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યારે મીડિયા સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, ગામમાં આવેલો કોરોના ત્યાં જ અટકાવવો જરૂરી છે. ગામ સ્વચ્છ થશે તો ગુજરાતમાં બીજી લહેર પર વિજય મેળવી શકીશું. બીજી લહેરમાં વધુ નુકસાન ન થાય તેવા પ્રયાસ કરીશું. ત્રીજી લહેર માટે રાજ્ય સરકારે પ્લાનિંગ શરૂ કર્યું છે. એક્સપર્ટસ તબીબોની ટીમ, રિસર્ચની ટીમ, વૈજ્ઞાનિકો, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના એક્સપર્ટસની મીટિંગ કરીશું. ત્રીજી લહેર માટે જરૂરી તૈયારી રાજ્ય સરકાર ગંભીરતાથી કરી રહી છે. બીજી લહેર ખાળવી છે, અને ત્રીજી લહેરની તૈયારી. 12 દિવસથી કેસ ઓછા છે.