આંગણવાડી કાર્યકર્તા અને અધિકારીનો ફોન ચાલુ ફરજમાં સ્વીચ ઓફ આવતા CM રૂપાણી થયા લાલઘૂમ
પોતાના સરકારી કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરે છે કે નહિ તે જોવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ આકસ્મિક ચેકિંગ કરવાનો નિર્ણય લીધો છે. હવેથી દરેક વિભાગોમાં આ રીતે મુખ્યમંત્રી અને મંત્રી સ્તરેથી આકસ્મિક ચેકિંગ કરાશે. ત્યારે પહેલા જ ફોનમાં આંગણવાડી બહેનો (Anganwadi workers) અને અધિકારીઓને સંપર્ક કરાયો હતો, જેમાં તમામનો નંબર બંધ આવ્યો હતો. મુખ્યમંત્રીની મોબાઈલ રેડમાં તમામનો ફોન બંધ આવ્યો હતો. કર્મચારીઓના ફોન બંધ આવતા તેમણે કડક ચેતવણી આપી હતી. સ્ટેટ કન્ટ્રોલ રૂમ (State control room) કાર્યરત થવા દરમિયાન મુખ્યમંત્રીએ કરેલી ટેલિફોનિક વાતનો ઓડિયો વાયરલ (Audio Viral) થયો છે.
અમદાવાદ :પોતાના સરકારી કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરે છે કે નહિ તે જોવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ આકસ્મિક ચેકિંગ કરવાનો નિર્ણય લીધો છે. હવેથી દરેક વિભાગોમાં આ રીતે મુખ્યમંત્રી અને મંત્રી સ્તરેથી આકસ્મિક ચેકિંગ કરાશે. ત્યારે પહેલા જ ફોનમાં આંગણવાડી બહેનો (Anganwadi workers) અને અધિકારીઓને સંપર્ક કરાયો હતો, જેમાં તમામનો નંબર બંધ આવ્યો હતો. મુખ્યમંત્રીની મોબાઈલ રેડમાં તમામનો ફોન બંધ આવ્યો હતો. કર્મચારીઓના ફોન બંધ આવતા તેમણે કડક ચેતવણી આપી હતી. સ્ટેટ કન્ટ્રોલ રૂમ (State control room) કાર્યરત થવા દરમિયાન મુખ્યમંત્રીએ કરેલી ટેલિફોનિક વાતનો ઓડિયો વાયરલ (Audio Viral) થયો છે.
સુરત બાદ આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજરી આપશે રાહુલ ગાંધી
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સ્ટેટ ડેટા સેન્ટરનું ઉદઘાટન કરાયું હતું. ખુદ મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટનું ઉદઘાટન કરાવ્યું હતું. જે અંતર્ગત મહિલા અને બાળકો અંગે થતી કામગીરી પર સીધી નજર રાખવાનો છે, જે માટે સ્ટેટ કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંગણવાડીના કાર્યકર્તાઓ સામે મોબાઈલ રેડ પાડી હતી. મુખ્યમંત્રીએ સીધી જ વિભાગના અધિકારીઓ સાથે ગ્રામ્ય સ્તરે કરી ટેલિફોનિક વાત કરી હતી. તેમણે સૌથી પહેલા રાજકોટ જિલ્લાના આંગણવાડી કાર્યકર લીલાવતીબેનને ફોન જોડ્યો હતો. જેઓનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. ત્યાર બાદ તેમણે ઉપરી સીડીપીઓ મુક્તાબેનને ફોન લગાવ્યો હતો, જેમનો ફોન પણ નો રિપ્લાય આવ્યો હતો. જેના બાદ મુખ્યમંત્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ દરમિયાન આંગણવાડી બહેનો અને અધિકારીઓ ફોન બંધ ન રાખે તે માટે કડક ટકોર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ દ્વારા અનેક પગલા લેવાઈ રહ્યાં છે. પરંતુ સ્થાનિક સ્તરે સરકારી કર્મચારીઓની કામગીરીમાં લોલમપોલ જોવા મળી રહી છે. જે માટે જ મુખ્યમંત્રી દ્વારા અચાનક મોબાઈલ રેડ પાડવામાં આવી હતી. જેમાં સાબિત થયું હતું કે, સ્થાનિક સ્તરે સરકારી કર્મચારીઓ ફરજ દરમિયાન પણ શિસ્તતા જાળવી શક્તા નથી. જો સરકાર દ્વારા દરેક વિભાગમાં આ રીતે રેડ પાડવામાં આવે તો સરકારી કર્મચારીઓની કામચોરીના અનેક પુરાવા મળી શકે તેમ છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :