રક્ષિત પંડ્યા/અમદાવાદ :પાણીને લઈને હવે મધ્યપ્રદેશ અને ગુજરાત આમને સામને આવી ગયા છે. મધ્યપ્રદેશની કોંગ્રેસની સરકારે સ્પષ્ટ કહી દીધું કે, પાણીના બદલામાં જે વીજળી મળવી જોઈએ, તે નથી મળી રહી. જેના કારણે મધ્યપ્રદેશે ગુજરાતમાં નર્મદાનું પાણી બંધ કરી દેવાની ચીમકી આપી છે. ત્યારે પાણીને લઈને બંને રાજ્યો સામસામે આવી ગયા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, સારા વાતાવરણને બગાડવાનું કામ મધ્યપ્રદેશ ન કરે તેવી વિનંતી કરું છું. પાણી સાથે કોંગ્રેસ રાજકારણ રમવાનું કામ કરે છે. મધ્યપ્રદેશના મંત્રી અને મુખ્યમંત્રીને ચેતવણી આપું છું કે, નર્મદા પાણી પ્રશ્ને રાજકારણ ન કરે, જેમાં જનતા નું હિત નથી હોતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આનંદીબેન પટેલને યુપીના રાજ્યપાલ બનાવાયા, તો લાલજી ટંડનને મધ્યપ્રદેશના...  


નર્મદાના પાણીને લઈ મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર આડી ફાટી છે. કોંગ્રેસની કમલ સરકારે વીજળીના બહાને પાણી બંધ કરવાની આપી ચીમકી છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવતા જ ગુજરાત પર આફત આવી પડી છે. ત્યારે આવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતને આપણે પાણી નહિ આપીએ તેવુ બાલીશ અને રાજકીય બદઈરાદાવાળું નિવેદન કર્યું છે. મારું માનવુ છે કે, માત્રને માત્ર એક હતાશ, નિરાશ કોંગ્રેસ અને તેની સરકાર રાજકીય વૃત્તિથી બદઈરાદાથી આ પ્રકારના નિવેદન આપી રહ્યાં છે. 15 એપ્રિલ 2019 બધા રાજ્યોની ભાગીદાર રાજ્યો સાથે સહમતીથી  નિર્ણય કર્યો છે. મધ્યપ્રદેશના હિત વિરુધ્ધ ગુજરાત કોઈ કાર્ય નથી કરતી. ગુજરાત એ ક્યારે એક પક્ષી નિર્ણય કર્યો નથી. નર્મદા પાણી ની વેચણી 1979ના ચુકાદાથી કરવામાં આવી છે. આમ ફેરફાર કરવાનો કોઈ અધિકાર કોઈ રાજ્યને નથી. સરદાર સરોવર બંધમાં 250 મેગાવોટ કેનાલ હેડ પાવર હાઉસમાં વીજ ઉત્પાદન ચાલુ છે અને વીજ ઉત્પાદન થયા પછી એ પાણી નર્મદા મુખ્ય નહેરમાં વાળીને ઉપયોગમાં લેવાય છે. આ વીજ ઉત્પાદનનો 57% હિસ્સો મધ્યપ્રદેશને આજે મળે છે. 2024 સુધી ટ્રીબ્યુનલના ચુકાદામાં કોઈ ફેરફાર ન કરી શકાય.


ગાંધીનગર : ભયાનક એક્સિડન્ટમાં કાર જોતજોતમાં ભંગાર કરતા પણ બદતર બની, 2 વિદ્યાર્થીના મોત



પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, ગુજરાત કોઈ ધમકી ચલાવશે નહિ. ગુજરાત પોતાનું પાણી મેળવી ને જ રહેશે. ચૂંટણીમાં હારથી આ ખીલવાડ કરે છે. માહિતીનો અભાવ છે એટલે આવી વાતો કરે છે. કોંગ્રેસના શાસન સમયે ગુજરાતને અન્યાય થયો છે, હવે ગુજરાતને ન્યાય મળે છે. ગુજરાત કોંગ્રેસે પણ આનો જવાબ આપવો જોઈએ.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :