પાટણ: પાટણ (Patan) માં સતત વધતા કોરોના (Coronavirus) સંક્રમણને લઇને આજે CM રૂપાણી (Vijay Rupani) એ પાટણની મુલાકાત લીધી હતી. પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ૦૬ દિવસથી કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં મોટો આંકડો નોંધાઇ રહ્યો છે. સતત ૧૨૫ ને પાર પોઝીટીવ દર્દીઓનો આંક સામે આવી રહ્યો છે. જ્યા CM જીલ્લા કલેક્ટર, આરોગ્ય અધિકારી, GMERS ડીન, SP સહિત શહેરના સામાજીક આગેવાનો સાથે બેઠક યોજી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના (Coronavirus) ની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) ની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. 

ઉચ્ચસ્તરીય મિટિંગમાં 3 T પર મુક્યો ભાર, મોરબીમાં તાત્કાલીક નવી કોરોના ટેસ્ટ લેબ ઊભી કરાશે


જેમાં મુખ્યમંત્રીએ પાટણ શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ,ટેસ્ટિંગ,ટ્રેસિંગ,કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો,બેડની સંખ્યા,ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર,દવાઓ, સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનોઓ આપી હતી.   

હે ભગવાન! આવા દિવસો કોઇને ના બતાવતો, કોરોનાના દર્દીની હાલત જોઇ હૃદય કંપી ઉઠશે


આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, ભાજપના જિલ્લા પ્રમુખ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ,ખાસ ફરજ પરના અધિકારી મમતા વર્મા, જિલ્લા વિકાસ અધિકારી,રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube