જાવેદ સૈયદ/અમદાવાદ :ગુજરાત (Gujarat) રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani) તથા તેમના નેતૃત્વ હેઠળ ડેલિગેશન ઉઝબેકિસ્તાન (uzbekistan)ના પાંચ દિવસીય પ્રવાસ પર ગયું હતું, જે ગઈકાલે અમદાવાદ પરત ફર્યું છે. અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા તેમના ડેલિગેશનના સ્વાગત માટે ગાંધીનગર (Gandhinagar) તથા અમદાવાદના કલેક્ટર પહોંચ્યા હતા. ઉઝબેકિસ્તાન પ્રવાસથી પરત ફરતા સીએમ રૂપાણીએ ગુજરાત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સંબંધ સારા બનશે તથા પ્રવાસ ખૂબ જ સારો રહ્યો તેઓ જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 બેઠકોની પેટાચૂંટણીનું સૌથી ઝડપી પરિણામ અને ત્વરિત વિશ્લેષણ જુઓ ZEE 24 કલાક પર LIVE...



ઉઝબેકિસ્તાનના પ્રવાસેથી પાછા ફરતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ એરપોર્ટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આવનારા સમયમાં ઉઝબેકિસ્તાન સાથે વ્યાપારિક સંબંધો વધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનની દોસ્તી સારી છે. ઉઝબેકિસ્તાનમાં તેમણે વિવિધ અધિકારીઓ સાથે અલગ અલગ મુદ્દા ઉપર મીટિંગ કરી હતી. કુલ 140 મિટિંગ કરી અને 11 જેટલા એમઓયુ કર્યા છે. ત્યાંના પ્રમુખ સાથે બે કલાક ચર્ચા પણ કરી છે. ત્યાંના પ્રમુખે ઉઝબેકિસ્તાનના ડેલિગેશનને પણ ગુજરાતની મુલાકાત લેવા માટે જણાવ્યું છે. આ ઉપરાંત સરદાર પટેલના નામે રસ્તાનું નામાંકરણ અને સ્ટેચ્યુનું લોકાર્પણ પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાં નાના બાળકોને હિન્દી વિષય પણ ભણાવવામાં આવે છે.


મુખ્યમંત્રીએ જીતની આશા વ્યક્ત કરી
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. પરિણામ જાહેર થાય તે પહેલાં જ સીએમ રૂપાણીએ જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, તમામ 6 બેઠકો ભાજપ જ જીતશે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ ભાજપની જ સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :