મુખ્યપ્રધાન વિજય રૂપાણી બે દિવસ યુપીના પ્રવાસે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે યોગીને આપશે આમંત્રણ
મહત્વનું છે કે, સાધુ બેટ પર બની રહેલી સરદાર પટેલની પ્રતિમાનું 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી લોકાર્પણ કરવાના છે.
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા સ્ટેચ્યુ ઓફ યૂનીટીનું 31 મી ઓકટોબરે લોકાર્પણ થવાનું છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી UP ના સીએમ યોગી આદિત્યનાથને આમંત્રણ આપવા માટે ઉતરપ્રદેશના પ્રવાસે છે. લખનૌમાં સીએમ રૂપાણી યોગી આદિત્યનાથ મુલાકાત કરશે અને આયોજિત કરાયેલ એકતા સંવાદ જાહેર સભામાં સ્થાનિક જનતાને સંબોધન કરશે. મુખ્યપ્રધાન પોતાના પ્રવાસમાં ગુજરાતી સમાજના લોકો સાથે વાતચીત કરશે અને સ્ટેચ્યુ ઓફ યૂનીટીના કાર્યક્રમને લઇ પત્રકાર પરિષદ પણ સંબોધશે. નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્માની મુલાકાત બાદ સોમવારે મુખ્યપ્રધાન રૂપાણી ગુજરાત પરત આવશે. ત્યારે પરપ્રાંતિયોની હિજરતની ઘટના બાદ સીએમ રૂપાણીના યુપી પ્રવાસ પર સૌ કોઇની નજર રહેશે.
31મી ઓક્ટોબરે લોકાર્પણ
સાધુ બેટ પર બનેલા સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ માટે ગુજરાત સરકાર દેશમાં વિવિધ જગ્યાએ આમંત્રણ મોકલશે. આ સાથે અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતી સમાજ સાથે પણ ચર્ચા કરશે અને તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે જણાવશે.