અમદાવાદ: આવનારી ફિલ્મ પેડમેનના પ્રચાર માટે બૉલીવુડ અભિનેતા અક્ષયકુમાર અમદાવાદની મુલાકાતે આવ્યા હતા.રાણીપ ખાતે આવેલા પીવીઆર સિનેમામાં અક્ષયકુમાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેડમેન નિહાળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિવૂડ અભિનેતા અક્ષયકુમાર આજકાલ નોખા વિષયો પર ફિલ્મો કરે છે. જે સામાજિક સંદેશાઓ લઈને આવે છે. અક્ષયકુમારની આવી જ એક ફિલ્મ પેડમેન 9મી ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રચાર માટે અક્ષયકુમાર અમદાવાદની મુલાકાતે આવ્યો. રાણીપ ખાતે આવેલા પીવીઆર સિનેમામાં અક્ષયકુમાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેડમેન ફિલ્મ નિહાળી હતી. 


21મી સદીમાં પણ આજે ભારત દેશમાં યુવતીઓ અને મહિલાઓ સેનેટરી પેડ વિશે વાત કરતા ખચકાય છે. આવું બિલકુલ હોવુ જોઈએ નહીં. આ મુદ્દો ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે. અક્ષયકુમારે એવો પણ દાવો કર્યો છે કે ગુજરાતની મહિલાઓ આ ફિલ્મ જોયા બાદ ખુલ્લા મને સેનેટરી પેડ અને માસિકસ્ત્રાવ વિશે પોતાના પરિવાર સાથે વાત કરશે. ફિલ્મના પ્રચાર માટે અમદાવાદ આવેલા અક્ષયકુમાર સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ફિલ્મને રાણીપ ખાતેના પીવીઆર સિનેમામાં નિહાળી હતી. 



મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતની મહિલાઓને સેનેટરી પેડ વિશે જનજાગૃતિ લાવવાની હાકલ કરી અને સાથે સાથે અક્ષયકુમારને ખાતરી અપાવી કે ગુજરાતની મહિલાઓમાં પણ સેનેટરી પેડ વિશે જાગૃતિ આવે તેવા પ્રયાસો સરકાર કરશે. આ સાથે જ ગુજરાતમાં પેડમેન કરમુક્ત કરવા અંગેની વિચારણા કરવા પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.