હિતલ પારેખ/ગાંધીનગર :કોરોના વાયરસ (Corona virus) થી ભારતમાં બે મોત થયા બાદ હવે ગુજરાત સરકાર પણ સતર્ક થઈ રહ્યું છે. જોકે, ગુજરાતમાં હજી સુધી કોરોના વાયરસનો એક પણ દર્દી નોંધાયો છે. તેમ છતાં ગુજરાતમાં કોરોના વાયરસને પ્રવેશતા અટકાવવા માટે શક્યત તમામ પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે હાલ મોટા સમાચાર સામે આવ્યા છે કે, કોરોના વાયરસને લઇ સાવચેતીનાં ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ પોતાના આગામી દિવસોનાં જાહેર કાર્યક્રમો કેન્સલ કર્યાં છે. 


રિલીઝના એક દિવસમાં જ Angrezi Mediumને લાગ્યો 440 વોલ્ટનો મોટો ઝટકો  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી 31 માર્ચ સુધી કોઈ કાર્યક્રમમાં નહિ જાય...
પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના વાયરસથી સાવચેતીનાં ભાગરૂપે સીએમ વિજય રૂપાણી કોઈ જાહેર કાર્યક્રમોમા હાજર નહિ રહે. મુખ્યમંત્રી સાથે કે સરકાર સાથે જોડાયેલ કોઈ સરકારી કાર્યક્રમો પણ પણ મુખ્યમંત્રી નહિ જાય. સાવધાની રૂપે 31 માર્ચ સુધીનાં મુખ્યમંત્રીના શિડ્યુલના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે. સંબંધિત અધિકારીઓ, મંત્રીઓ અને વિભાગો પણ જાહેર કાર્યક્રમો ન યોજે તે સૂચના આપવામા આવી છે. 


Breaking : કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારી, હવે ભાવ વધારા માટે તૈયાર રહેજો


સરકારી વર્કશોપ-કોન્ફરન્સ-સેમિનાર ન યોજવા આદેશ
ગુજરાત સરકાર પણ સતર્કતા દાખવીને અનેક પગલા લઈ રહી છે. કોરોના વાયરસના પગલે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સતર્કમાં આવી ગયું છે. આ મામલે દ્વારા લેવાયો મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. એક જગ્યાએ વધુ સમય માટે લોકો એકઠા ન થાય એટલા માટે કોન્ફરન્સ, વર્કશોપ અને સેમિનાર ન યોજવાનો આદેશ કરાયો છે. 31 માર્ચ સુધી રાજ્ય સરકારના તમામ વિભાગો દ્વારા કોન્ફરન્સ સેમિનાર કે વર્કશોપ ન યોજવા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આદેશ કર્યો છે. કોરોના વાયરસને પગલે રાજ્યની જેલોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી દેવાઈ છે. રાજ્ય સરકારની ગૃહ વિભાગ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા હેઠળ જરૂરી સુવિધાઓ રાખવા આદેશ આપી દેવાયો છે. આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી યોગ્ય કામગીરી કરવા સૂચના અપાઈ છે. રાજ્યના શહેરોની સ્થિતિ અને તૈયારી સંદર્ભે પણ કેન્દ્રના શહેરી વિકાસ વિભાગ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...