ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગુજરાતનાં નાગરિકો જોગ સંબોધન કર્યું હતું. ગુજરાત હાલ કોરોના કાળનો સામનો કરી રહ્યું છે. તમામ મેડિકલ તંત્ર બેહાલ છે. લોકોને સારવાર પણ નથી મળી રહી. દવાઓ માટે ધક્કા અને કાળાબજારનો ભોગ બનવું પડી રહ્યું છે. હાઇકોર્ટ દ્વારા પણ સરકારની ઝાટકણી કાઢવામાંઆવી રહી છે. તેવામાં મુખ્યમંત્રીએ રાજ્યજોગ સંબોધન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ડોક્ટર દિવસ રાત મહેનત કરી રહ્યા છે. જેમાં આ કોરોનાની લડતમાં કેટલાક ડોક્ટરે પોતાનાં જીવ પણ ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે, પહેલા કોરોનાની સ્થિતી અલગ હતી. આપણે લગભગ કોરોના સામેની લડાઇ જીતી ચુક્યાં હતા. કેસ એટલા ઘટી ગયા હતા. જો કે અચાનક સ્થિતિ વિકટ બની અને આજે બીજો વેવ વધારે ખતરનાક આવ્યો. સંક્રમણ ઝડપી ફેલાયું અને રોજનાં 14 હજારથી વધારે કેસ આવ્યા. આ સ્થિતી સુધારવા સરકાર, અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થા, ધાર્મિક સંસ્થાઓ, ડોક્ટર, સહિત સમગ્ર ગુજરાત દિવસરાત કામ કરી રહ્યું છે. 


કોરોનાની સારવાર માટે 15 માર્ચની આસપાસ આપણી પાસે 41 હજાર બેડ ઉપલબ્ધ હતા. 1 જ મહિનામાં 94 હજાર બેડ ઉભા કર્યા છે. ઓક્સિજન બેડ 16 હજારની આસપાસ હતા. આજે 52 હજાર ઓક્સિજન બેડ આપણી પાસે છે. ઓક્સિજન સપ્લાય પણ રાતોરાત એક જ મહિનામાં વધ્યા. માર્ચમાં 150 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરિયા હતી. આઝે ભારત સરકારે 1000 મેટ્રીક ટન ઓક્સિજન આપ્યો છે. જે આપણે વાપરી રહ્યા છે. 


રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માં આપણે સફળ રહ્યા. એક મહિનામાં 5 લાખ ઇન્જેક્શન પુરા પાડ્યાં. 2 લાખ ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફ રાત દિવસ કામ કરી રહ્યો છે. જે પ્રકારે સંક્રમણ વધ્યું તેની સાથે સાથે વ્યવસ્થા પણ આપણે વધારી અને આપણો સંગ્રામ ચાલી રહ્યો છે. થોડી અગવડતાઓ પણ સ્વાભાવિક જોવા મળી રહી છે. ક્યાંય બેડ નથી મળી રહ્યા ક્યાંક ઓક્સિજન નથી મળી રહ્યા. ક્યાંક દવા ઇન્જેક્શન મેળવવામાં તકલીફ છે. મૃત્યુનું પ્રમાણ પણ વધ્યું છે. 


જો કે મુખ્યમંત્રીએ કહ્યું કે, ગભરાવાની જરૂર નથી. આપણે પરિશ્રમની પરાકાષ્ટતા સર્જીને આવી પડેલી આપત્તીને મ્હાત કરીને આગળ વધીશું. ગુજરાત સરકારે તમામ અધિકારીઓને અત્યારે એક માત્ર કોરોનાનું કામ વ્યવસ્થિત થાય તેની જવાબદારી સોંપી છે. જ્યાં જ્યાં જરૂરિયાત વધે તે અનુસાર નિર્ણય લેવા પાવર્સ પણ આપ્યા છે. આ યુદ્ધ છે. અને યુદ્ધમાં જે કરવું પડે તે તમામ પગલા લેવાની આપણે છુટ આપી છે. 


1 એપ્રીલથી ગઇકાલ સુધી 2 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી જરૂર કેટલાક લોકો મૃત્યુ પણ પામ્યા છે. પરંતુ બીજી હકીકત એ પણ છે કે, સાજા થનાર વ્યક્તિ 14 દિવસે સાજા થાય છે. 2 લાખ પૈકી 92 હજાર સાજા થઇને ઘરે પણ ગયા હતા. જો વ્યવસ્થા ન કરી હોત તો અરાજકતાની સ્થિતી સર્જાઇ હોત. ડોક્ટર્સની સારવારનાં કારણે લોકો ઝડપથી સાજા થઇ રહ્યા છે. 15 એપ્રીલે જે વ્યક્તિ દાખલ થાય છે તે 30 એપ્રીલે સાજો થઇને ઘરે જાય છે. આપણો રિકવરી રેટ પણ વધી રહ્યો છે. કાલે 7500 લોકો સાજા થઇને ઘરે ગયા છે. 


આપણી પાસે વેક્સિન જેવું શસ્ત્ર છે. લોકો ઝડપથી વેક્સિનેશન કરાવે અને કોવિડનાંં નિયમોનું પાલન થાય તે ખુબ જ જરૂરી છે. 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ હતો તે વધારી 29 શહેરોમાં કર્યો છે. હવે રાત્રે 8થીથી સવારે 6 વાગ્યા બધુ જ બંધ. પરંતુ હવે દિવસ દરમિયાન માર્કેટ, મોલ, દુકાન, શોપિંગ કોમ્પલેક્ક્ષ, થિયેટર, બાગ બગીચા, જીમ, ઓડિટોરિયરમ, વોટર પાર્ક, બ્યુટી પાર્લર આપણે બંધ રાખીશું. એક વખત બિન જરૂરી કોઇ બહાર ન નિકળે. બીજી તરફ બહાર નિકળવાનો કર્ફ્યૂ નથી કર્યો. આવશ્યક વસ્તુઓની દુકાનો જેવી કે શાકભાજી, માર્કેટ, કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર અને આવશ્યક સેવાઓ બધી જ ચાલુ રાખી છે. ઓફીસમાં 50 ટકા સ્ટાફ સાથે ચાલુ રાખ્યા છે. ઉદ્યોગો પણ ચાલુ રાખ્યા છે. સાથે નિયંત્રણ પણ મુક્યા છે. રોજ રોજનું કમાઇ ખાનારાને તકલીફ ન પડે તેની ચિંતા કરી છે. 


29 શહેરોનાં લોકોને મારી હાથ જોડીને વિનંતી છે કે બિનજરૂરી બહાર ન નિકળે. 8 દિવસનાં જે નિયંત્રણો લાદ્યા છે. સંક્રમણ ન ફેલાય તે પ્રકારે આપણે શહેર અને નગરમાં સંક્રમણ ન ફેલાય. હું ગામડાઓને વિનંતી કરવા માંગુ છું કે, ગામના સરપંચો આજે બેસે અને પોતાનાં ગામના તમામ લોકો નજીકનાં PHC સ્ટાફમાંથી બોલાવી ત મામ લોકોનું સ્વાસ્થય ચકાસે. તેમનું ટેસ્ટિંગ કરીએ. તેમાંથી જેને કોરોના છે તે વધારે ફેલાવતું બંધ થાય તેમને સ્કુલમાં, કોઇ સમાજની વાડીમાં કે અલાયદી જગ્યાએ લઇ જઇને ટ્રીટમેન્ટ કરે. 


હાલ બે વસ્તુ થઇ રહી છે. કોરોના થાય ત્યારે 8-10 દિવસે ખબર પડે છે. ત્યાં સુધીમાં તેને ઓક્સિજનની જરૂર પડવા લાગે છે. તેની તબિયત બગડે એટલે તે હોસ્પિટલ દોડે છે. બેડની મુશ્કેલી થાય છે. તાત્કાલીક નિરાકરણ જરૂરી છે. ઝડપથી તેની ટ્રીટમેન્ટ થાય તો લગભગ 10 દિવસમાં માણસ સાજો થઇને ઘરે જઇ શકે છે. જો તેનું ટેસ્ટિંગ ન થાય તો 8 દિવસ તે ગામમાં ફરે છે. અને અનેક લોકોને ચેપ લગાડે છે. માટે ગામનાં સરપંચો આગળ આવે. મારા ગામમાંથી એક પણ વ્યક્તિ હોસ્પિટલ ન જાય તે માટે ટેસ્ટિંગ સહિતની કામગીરી કરાવે. ઘરની બહાર બિનજરૂરી ન નિકળે. શહેરનાં લોકો બિન જરૂરી બહાર નિકળવા માટે દુધ લેવા જઇ રહ્યો છું તેમ કહીને એક થેલી લઇને આખા ગામમાં આંટો મારી આવે. તમને છુટ છે. આપણે કર્ફ્યૂં નથી નાખ્યો પણ તેનો અર્થ એવો નથી કે આપણે તેની ગંભીરતા સમજીએ. સ્વયં શિસ્તનું પાલન કરીને 8 દિવસ કોવિડનાં નિયમો અને નિયંત્રણો માનીએ. ગામના લોકો જવાબદાર લોકો સાથે મળીને ગામના લોકોમાં જનજાગૃતિ લાવીને 8 દિવસ કેમ્પેઇન ચલાવીશું. સરકાર કરવાનું બધુ જ કરી રહી છે. સરકાર તમારી સાથે છે. સરકાર તમામ શક્તિ સાથે મથી રહી છે. હું અપીલ કરૂ છું કે આવો સાથે મળીને કોરોના સામેની લડાઇ લડીએ. 


SMS એટલે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝરને ગયા વખતની જેમ જ પાલન કરીએ. વેક્સિનનાં મંત્રનું પાલન કરીએ. 29 શહેરોમાં જે નિયંત્રણ લદાયા છે તેનું પાલન કરીએ. મને વિશ્વાસ છે કે, આપણે સંક્રમણ અટકાવવામાં સફળ રહીશું. ગુજરાત જીતશે અને કોરોના હારશે. ગુજરાતના ભાઇઓ બહેનો પર મને વિશ્વાસ છે. સરકાર તમારી સાથે છે. ગુજરાતને કોરોનાની આપત્તીમાંથી બહાર કાઢી આપણો ધર્મ બજાવીએ.