હિતલ પારેખ/ગાંધીનગર :ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ને કોરોના કેસ પોઝિટિવ આવ્યા બાદ ગાંધીનગરનું તંત્ર દોડતું થયુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) નો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે સીએમઓના સચિવ અશ્ચિનીકુમારે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદ કોટ વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા મુખ્યમંત્રી વિજય રૂપાણી મળ્યા હતા. મુખ્યમંત્રીના નિવાસ્થાને જે મીટીંગ થાય છે તેમાં સોશિયલ ડેસ્ટિનેશનનું પાલન કરવામાં આવે છે. મુખ્યમંત્રી અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વચ્ચે ૧૫થી ૨૦ ફૂટ જેટલું અંતર હતું. જોકે, રાજ્યના ડોક્ટરોની પેનલ દ્વારા સાથે મુખ્યમંત્રી (Gujarat CM) નું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. તેમાં મુખ્યમંત્રીના તમામ પેરામીટર નોર્મલ છે. આજે સાંજે ચાર વાગ્યે તેઓ વીડિયો કોન્ફરન્સથી કેબિનેટની બેઠક હાજરી આપશે. પરંતુ સાવચેતીના ભાગરૂપે મુખ્યમંત્રી તેમના નિવાસસ્થાને કોઈ મુલાકાતીઓ સાથે મુલાકાત નહીં કરવાનો નિર્ણય લીધો છે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું કે, આજે સાંજે 4:00 વાગ્યાી કેબિનેટની બેઠક કેન્દ્ર સરકાર દ્વારા ૨૦મી એપ્રિલ પછી તબક્કાવાર લોકડાઉનમાંથી ધીમે ધીમે છૂટછાટ આપી તેની કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન પર ચર્ચા વિચારણા કરાશે.


CM વિજય રૂપાણીનું હેલ્થ ચેકઅપ કરાયું, તબીબોએ સંપૂર્ણપણે સ્વસ્થ જાહેર કર્યાં