ગુજરાતની આર્થિક સમૃદ્ધિ જાળવવા કમિટીની રચના, પૂર્વ નાણાસચિવ ડો.હસમુખ અઢિયાને સોંપાઈ જવાબદારી
વિજય રૂપાણી દ્વારા કોવિડ 19ની પરિસ્થિતિમાં આર્થિક પરિસ્થિતિ સમજવા માટે કમિટીની રચના કરવામાં આવી છે. જેના માટે ભારત સરકારના પૂર્વ નાણા સચિવ ડો.હસમુખ અઢીયાની અધ્યક્ષતામાં સમિતિ બનાવાઈ છે. આજે કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રીના આર્થિક પેકેજ અંગે ચર્ચા થઈ છે. સેક્ટર પ્રમાણે આર્થિક નુકસાનીનો સરવે કરાશે. આર્થિક અને નાણાકીય ક્ષેત્રોએ પુનનિર્માણ અને પુનગઠનની ભલામણ સૂચવવા માટે આ કમિટીની રચના કરાઈ છે. આ ઉપરાંત અન્ય સભ્યોની પણ કમિટીમાં નિમણૂંક કરવામાં આવી છે.
ઝી મીડિયા/બ્યૂરો :વિજય રૂપાણી દ્વારા કોવિડ 19ની પરિસ્થિતિમાં આર્થિક પરિસ્થિતિ સમજવા માટે કમિટીની રચના કરવામાં આવી છે. જેના માટે ભારત સરકારના પૂર્વ નાણા સચિવ ડો.હસમુખ અઢીયાની અધ્યક્ષતામાં સમિતિ બનાવાઈ છે. આજે કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રીના આર્થિક પેકેજ અંગે ચર્ચા થઈ છે. સેક્ટર પ્રમાણે આર્થિક નુકસાનીનો સરવે કરાશે. આર્થિક અને નાણાકીય ક્ષેત્રોએ પુનનિર્માણ અને પુનગઠનની ભલામણ સૂચવવા માટે આ કમિટીની રચના કરાઈ છે. આ ઉપરાંત અન્ય સભ્યોની પણ કમિટીમાં નિમણૂંક કરવામાં આવી છે.