હિતલ પારેખ/ગાંધીનગર :સીએમઓના સચિવ અશ્વિની કુમારે ગુજરાત સરકારના આજના અપડેટ્સ અંગે જણાવ્યું કે, કપાસનો સારો ભાવ મળી રહે એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રાલયને રજૂઆત કરી છે અને ઝડપથી કપાસની ખરીદી થાય એ માટે રજૂઆત કરાઈ છે. કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સમક્ષ મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે. ગુજરાત એસએસસીનું હબ છે, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એમ.એસ.એમ.ઈ કાર્યરત છે. કરોડો લોકોને લોકોને રોજગારી પણ મળે છે. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા જે પેકેજ આપવામાં આવ્યું છે તેને ગુજરાતે આવકાર્યું છે. અને અપેક્ષા વ્યક્ત કરી છે આવનારા દિવસોમાં ગુજરાતનું એમ.એસ.એમ.ઈ સેક્ટર વધુ મજબૂત થશે. ગુજરાતના એમ.એસ.એમ.ઈ દ્વારા થયેલા ઉત્પાદન વેચાણ અને વપરાશ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી, દેશના અલગ-અલગ રાજ્યોમાં જાય છે. ઘણા એમ.એસ.એમ.ઈ થી વિદેશમાં નિકાસ પણ કરવામાં આવે છે. ત્યારે એમ.એસ.એમ.ઈ પેકેજનો મહત્તમ લાભ ગુજરાત લેશે.


લોકડાઉનમાં શ્રમિકોને રોજગાર અપાવવા માર્ગ-મકાન વિભાગના 9-10 હજાર કરોડના કામ ફરી શરૂ કરાયા - નીતિન પટેલ