ઝી મીડિયા/બ્યૂરો :લોકડાઉન લાગ્યા બાદ દરેક રાજ્યમાં પરપ્રાંતીયોને કેન્દ્ર સરકારે રાહત આપતા સમાચાર આપ્યા હતા. તેઓને પોતાના વતન જવાની છૂટ આવી હતી. આ માટે જે તે રાજ્યોને વ્યવસ્થા કરવા માટે પણ કહેવાયું હતું. ત્યારે આખરે ગુજરાતમાંથી પરપ્રાંતીયોને લઈ જવા માટે ટ્રેન નીકળવાની છે. બે દિવસમા મોટી સંખ્યામાં પરપ્રાંતીયોએ જવા માટે આરજી કરી હતી. ત્યારે સુરત અને અમદાવાદ સ્ટેશન પરથી આજે ટ્રેનો દોડાવાની છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. અન્ય રાજ્યમાં ફસાયેલા ગુજરાતીઓ પરત આવવા માંગતા હોય તો 079-23251900 પર કોલ કરે. આજે સુરતથી એક ટ્રેન ઓરિસ્સા જઈ રહી છે. તો અમદાવાદથી 2 ટ્રેન ઉત્તરપ્રદેશ જઈ રહી છે. પરપ્રાંતીય મજૂરો માટે 1077 નંબર પર કોલ કરવાનો રહેશે. 1077 પર કોલ કરી તેઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે.


AMCનો મહત્વનો નિર્ણય : કોરોના વોરિયર્સને કોરોના હશે તો ફાઈવસ્ટાર હોટલમાં ફ્રી સારવાર કરાવાશે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ટ્રેનમાં અંદાજે 1200 જેટલા લોકો અને એ પણ નોંધાયેલા લોકો જ જશે. સમગ્ર  આયોજન વહીવટી તંત્ર દ્વારા કરાયુઁ છે. પરંતુ વતન જવા માંગતા શ્રમિકોએ પોતાની ટિકીટ બુક કરાવવાની રહેશે. મધ્યપ્રદેશ, રાજસ્થાનના મજૂરો રવાના કરાયા છે. આજે યુપીના મજૂરોને મોકલવામાં આવશે.