અમદાવાદ :  દેશમાં કોરોના મહામારી દરમિયાન લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી મોબાઇલ ફોન પર કોરોનાની કોલર ટ્યુન શરૂ કરવામાં આવી હતી. જો કે આ કોલર ટ્યુનના કારણે લોકો કંટાળી ગયા હતા. તેને બંધ કરવા માટેની સોશિયલ મીડિયા પર પણ ખુબ જ મજાક ઉડી હતી. જો કે હવે ગુજરાતના મુખ્યમંત્રીનાં અવાજમાં રેકોર્ડ થયેલી કોલર ટ્યુન વાગી રહી છે. આ કોલરટ્યુન હવે રાજકીય રૂપ ધારણ કરી રહી છે. કોંગ્રેસ દ્વારા આ કોલરટ્યુનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા નીશિત વ્યાસે આ અંગે ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરાવી છે. આ ઉપરાંત સીએમ રૂપાણી તથા ટેલિકોમ કંપનીઓ સામે પગલા લેવા માટે માંગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં કરોડોના ખર્ચે બન્યું નવુ અતિથિ ભવન, DY.CM નીતિન પટેલના હસ્તે લોકાર્પણ

ગુજરાત સરકારે કોરોનાને કારણે પ્રજાને માસ્ક ફરજીયાત પહેરવા, સામાજિક અંતર જાળવવા, સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અંગે વારંવાર સાબુથી હાથ ધોવાનો પ્રચાર અનેક વખત કરી ચુક્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવાજવાળી કોલર ટ્યુને ભારે ચર્ચા જગાવી છે. ગુજરાતમાં મોબાઇલ ફોન કોલ્સ ડાયલ થાય ત્યારે મુખયમંત્રી વિજય રૂપાણીના અવાજમાં કોલરટ્યુંન વાગે છે. જેમાં તેઓ માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા વગેરે બાબતે નાગરિકોને અપીલ કરી રહ્યા છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સ જેવા મુદ્દે અપીલ કરે છે.


Gujarat Corona update : રાજ્યમાં 1112 નવા કેસ, 1264 દર્દી સાજા થયા, 6 લોકોનાં મોત

આગામી 3 નવેમ્બરે ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. ચૂંટણી આડે ગણત્રીના દિવસો બાકી છે. ત્યારે સીએમના અવાજમાં મોબાઇલ ફોન કોલ દરમિયાન શરૂઆતમાં સંભળાતી કોલર ટ્યુન અંગે કોંગ્રેસ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાવી છે. કોંગ્રેસના પ્રવક્તા નિશિત વ્યાસે ફરિયાદમાં ચૂંટણી પંચને જણાવ્યું કે જાહેરનામું બહાર પડ્યું અને ઉમેદવારી ફોર્મ પણ ભરાઇ ગયા ત્યારે થોડા દિવસો પહેલા કોલર ટ્યુન કોની મંજુરીથી વગાડવામાં આવી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube