• રોડ અને ગટરના ઢાકણાઓની ખસ્તા હાલત અંગેના ZEE 24 KALAK ના અહેવાલ બાદ તત્કાલ મુખ્યમંત્રી દ્વારા આદેશ અપાયા

  • અમદાવાદમાં જે પણ રોડ ખરાબ હોય તે રોડનું તત્કાલિન સમારકામ કરવા માટે 90 કરોડ રૂપિયાના કામને CM દ્વારા મંજૂરી અપાઇ


અમદાવાદ : મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૯૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં ૬૦ ફૂટથી મોટા રસ્તાઓના ૧૮ કામોને મહાપાલિકાની દરખાસ્તને મંજૂર રાખીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ ૯૦ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ એક ગ્રાઉન્ડ પર આવતીકાલે PSI-LRD ની શારીરિક કસોટી મોકૂફની જાહેરાત

અમદાવાદ મહાનગરપાલિકાને ર૦ર૧-રરના વર્ષમાં આ યોજના અંતર્ગત ૬૦ ફૂટ થી મોટા રસ્તાને દુરસ્ત કરવાના ૧૮ કામો માટે આ રકમ  ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરી છે. મુખ્યમંત્રીએ જે ૧૮ કામો માટે આ રકમ મંજૂર કરી છે તેમાં પૂર્વ ઝોનના ર કામો માટે રૂ. ૧૧.પ૦ કરોડ, મધ્ય ઝોનમાં ૪ કામો માટે રૂ. ૧૧.૬૦ કરોડ, પશ્ચિમ ઝોનમાં ૪ કામોના હેતુસર રૂ. ર૩.પ૦ કરોડ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાં ર કામો માટે રૂ. ૧૪ કરોડ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૩ કામોના રૂ. ૧૭.પ૦ કરોડ ઉપરાંત ઉત્તર ઝોનમાં ૩ કામોના રૂ. ૧૧.૯૦ કરોડના વિવિધ કામોનો સમાવેશ થાય છે.


ભારત સામે ઇતિહાસ રચનાર એજાઝ પટેલનું ગુજરાત કનેક્શન, જન્મસ્થળે હાંસલ કરી સિદ્ધિ


જે ૧૮ કામો માટેની મંજુરી આપી છે તે નીચે મુજબ છે...
* પૂર્વ ઝોનમાં વિરાટનગર ફુવારાથઈ એસ.પી રીંગ રોડ રીસરફેસ કરવાનું કામ
* મધ્ય ઝોનમાં ફોરેન્સીક ચાર રસ્તાથી રત્નસાગર ચાર રસ્તા થઇને રામેશ્વર ચાર રસ્તા સુધીનો રોડ રીસરફેસ કરવાનું કામ
* મધ્ય ઝોનમાં સજાનંદ સાડી સેન્ટરથી રોહીદાસ ચાર રસ્તાથી કલાપીનગર છેલ્લુ બસ સ્ટેન્ડ સુધીનો રોડ રીસરફેસ કરવાનું કામ
* મધ્ય ઝોનમાં દધીચી બ્રીજથી પોલીસ કમિશ્નર કચેરી સુધીનો રોડ રીસરફેસ કરવાનું કામ
* મધ્યઝોનમાં દધીજી બ્રીજથી ઘાસ બજાર થઇને દિલ્હી દરવાજા બીઆરટીએસ રોડ, દરિયાપુર દરવાજા થઇ પ્રેમ દરવાજાથી દિલ્હી દરવાજાથી દરીયાપુર દરવાજા સુધીનો રીસરફેસ 
* પશ્ચિમ ઝોનમાં વાડજ સર્કલથી પલક જંક્શન સુધીનો રોડ
* પશ્ચિમ જોનમાં નારણપુરા ક્રોસીંગથી એઇસી બ્રીજ સુધીનો રોડ
* પશ્ચિમ ઝોનમાં ખોડિયાર માતા મંદિરથી સત્વ બંગ્લોઝથી ચેનપુર ક્રોસીંગ સુધીનો રોડ
* દક્ષિણ પશ્ચિમ ઝોનમાં શેલ્બી હોસ્પિટલથી પેલેડીયમ ચાર રસ્તા સુધીનો રોડ
* ઉત્તર પશ્ચિમ ઝોનમાં ડ્રાફ્ટ ટી.પી 204 સરખેજ સાણંદ ટેફ પી.નં 182/1થી 512 થી કાકાના ઢાબાને જોડતો રોડ 
* ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાંદલોડીયા વોર્ડમાં ક્રિશ્ના હાઇટ્સથી સાગા રોડ ચાર રસ્તા સુધી
* ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવ વોર્ડમાં ગુરૂકુલ સ્વામિનારાયણ મંદિરથી સુભાષચોકથી વિશ્રામનગર સોસાયટી સુધીનો રોડ
* ઉત્તર ઝોનમાં બાપા સીતારામ ચોકથી અવની સ્કાય ચાર રસ્તાથી મેવાડા પાર્ટી પ્લોટથી સત્યમ પંપીગથી અરીહંતનગર કેનાલથી માછલી સર્કલ સુધીનો રોડ
* ઉત્તર ઝોનમાં રાજાવીર સર્કલથી કુબેરનગર ફાટક સુધીનો રોડ
* ઉત્તર પશ્ચિમ ઝોનમાં બાગબાન પાર્ટી પ્લોટથી શીલજ બ્રીજ અને શીલજ બ્રીજ એસ.પી રીંગરોડ સુધીનો રોડ
* પૂર્વ ઝોનમાં ગોવર્ધન પાર્ટી ગેલેક્ષીથીફોર્ચ્યુન સર્કલ થઇને ભક્તિ સર્કલ વાયાસ્વામિનારાયણ મંદીર
* પશ્ચિમ ઝોનમાં વિસત જંક્શનથી તપોવન સર્કલ સુધીનો માર્ગ રિસરફેસ કરવાનું કામ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube