ગાંધીનગર : ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલો સજ્જ હોવાનો આરોગ્ય વિભાગનાં અધિકારીઓ અને ખુદ આરોગ્ય મંત્રી પણ દાવો કરી ચુક્યાં છે. તેવામાં મુખ્યમંત્રીએ પોતે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી પોતે જ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. તેમણે ગાંધીનગર સિવિલના કોવિડ અને ઓમિક્રોન વોર્ડની મુલાકાત લીધી હતી. ત્યાં રહેલી સુવિધા અને સારવારની પદ્ધતી અંગેની સમીક્ષા કરી હતી. જરૂરી દિશાનિર્દેશો પણ આપ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના વાહન ચાલકો ચેતજો! 42 હાઈ-વે પેટ્રોલ કારની ખરીદી કરાઈ, થર્ટી ફર્સ્ટે ઉપયોગ થશે


જો કે આ મુલાકાતમાં ઉડીને આંખે વળગે તેવી બાબત હતી કે, મુખ્યમંત્રીની સાથે આરોગ્ય મંત્રીના બદલે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપ વાઘેલા હતા. હોસ્પિટલની વ્યવસ્થા અંગે અધિકારીઓ  તથા ડોક્ટરો સાથે પણ ચર્ચાઓ કરી હતી. બીજી તરફ તેમની અચાનક મુલાકાતથી હોસ્પિટલ તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી. મુખ્યમંત્રીએ કોવિડ અને ઓમિક્રોન વોર્ડ ઉપરાંત ICU વોર્ડની મુલાકાત લીધી હતી. સિવિલના સફાઇકર્મચારીથી લઇને RMO સાથે ચર્ચા કરી હતી. હોસ્પિટલની વ્યવસ્થા અંગેની માહિતી મેળવી હતી. 


અમદાવાદમાં ફ્લાવર શો કે કોરોનાને આમંત્રણની તૈયારી! જાણો થીમથી લઈને ટિકીટ સુધીની A થી Z સુધીની વિગત


મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કાર્યરત કર્મચારીઓ સાથે પણ સંવાદ કરીને સાફસફાઇ, ઉપરાંત દવાઓ, દર્દીઓને અપાતી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. આ સમયે આરોગ્યમંત્રી ગેરહાજર હતા આ બાબત ઉડીને આંખે વળગતી હતી. અત્રે નોંધનીય છે કે, કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યા છે. બહારના મુસાફરો કોરોના સંક્રમણ વધારી રહ્યા છે. તેવામાં હવે સમગ્ર રાજ્યનું તંત્ર કોરોના મુદ્દે ફરી એકવાર એલર્ટ મોડમાં આવી ચુક્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube