અમદાવાદ : ગુજરાતમાં અદાણી ગેસના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ અને વડોદરાના અદાણી ગેસના વપરાશકર્તાઓને આ ભાવવધારાની સીધી અસર પડશે. અમદાવાદ અને વડોદરામાં CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો 1.90 રૂપિયાનો સુધી વધારો કરાયો છે. CNG ગેસ પ્રતિ કિલો 47.80 રૂપિયાથી વધી 49.70 રૂપિયા થયો છે. આમ, મોંઘવારી સામે લડતા ગુજરાતને બીજો એક ફટકો મળ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ અદાણી PNGમાં પણ વધારો થયો છે. ઘરેલુ વપરાશ માટેના PNG ગેસમાં પ્રતિ MMBtu 46.07 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. PNG પ્રતિ MMBtu 560.65 રૂપિયાથી વધી 606.72 રૂપિયા થયો છે. અમદાવાદ અને વડોદરાના 1,50,000 સી.એન.જી. યુઝર્સ અને 2,85,000 PNG ઉપભોક્તાઓને આ ભાવવધારાની અસર પડશે.


આજે ફરી ચર્ચામાં રહેશે નરોડો પાટિયા કેસ, ગુજરાત હાઇકોર્ટ આપી શકે છે મહત્વનો ચુકાદો


હાલમાં GSPCએ પણ ભાવવધારાની જાહેરાત કરી હતી. એના દ્વારા CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો રૂ.2.15નો થયો વધારો જાહેર કરવામાં આવ્યો હતો. આ સિવાય ઘરેલુ PNGના ભાવમાં પણ રૂ.1.10નો વધારો કરાયો છે.